Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

બંગાળ ચૂંટણીમાં ય પાકિસ્તાન આવ્યું: સુવેન્દુએ કહ્યું કે, ‘બેગમ’ મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને ‘મિની પાકિસ્તાન’ બનાવી દેશે

મમતાએ કહ્યું યુપી, બિહારથી ગુંડાઓ લઇ આવ્યા : મહિલાઓએ તેમને પોતાના વાસણોથી મારવા જોઇએ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય દળો એક-બીજા પર પ્રહાર કરી રહ્યા છે. સોમવારના બીજેપી નેતા અને નંદીગ્રામથી ઉમેદવાર સુવેંદુ અધિકારીએ મમતા બેનર્જી  પર નિશાન સાધતા તેમના પર મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાનો આરોપ લગાવ્યો. અધિકારીએ કહ્યું કે, ‘બેગમ’ મમતા બેનર્જી તુષ્ટીકરણ કરતા-કરતા બંગાળને ‘મિની પાકિસ્તાન’ બનાવી દેશે. તો મમતાએ સુવેંદુ પર યૂપી-બિહારના ગુંડાઓ પાસેથી મદદ માંગવાનો આરોપ લગાવ્યો છે.

   મમતાએ કહ્યું કે, તે રૉયલ બંગાલ ટાઇગર છે અને સિંહણની માફક જવાબ આપશે. નંદીગ્રામમાં સુવેંદુ અધિકારીએ કહ્યું કે, મમતા બેનર્જીને ઈદ મુબારક કહેવાની આદત છે. આ કારણે તેમણે આજે હોળીની શુભકામાઓની જગ્યાએ હોલી મુબારક કહ્યું. બેગમને વોટ ના આપો. જો તમે બેગમને વોટ આપશો તો આ (બંગાળ) મિની પાકિસ્તાન બની જશે. બેગમ સૂફિયાન ઉપરાંત કોઈને નથી ઓળખતી. અધિકારીએ કહ્યું કે, બેગમ અચાનક બદલાઈ ગઈ અને મંદિરોમાં જવા લાગી, કેમકે તેમને હારી જવાનો ડર છે

  મમતાએ સોમવારના નંદીગ્રામમાં રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેમણે (સુવેંદુ) મારા પર હુમલો કર્યો. નંદીગ્રામના કોઈ પણ વ્યક્તિએ મારા પર હુમલો નથી કર્યો, પરંતુ તમે યૂપી-બિહારથી ગુંડા લઈને આવ્યા. અમે ફ્રી અને ફેર ઇલેક્શન ઇચ્છીએ છીએ. જો તેઓ આવ્યા તો મહિલાઓએ તેમને પોતાના વાસણોથી મારવા જોઇએ. મમતાએ કહ્યું કે, જે લોકો સંસ્કૃતિથી પ્રેમ ના કરી શકે, તેઓ અહીં રાજનીતિ ના કરી શકે. નંદીગ્રામ ગુંડાગર્દી જોઇ રહ્યું છે.

(12:25 am IST)