Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

કોરોના મહામારીમાં રાહત મળશે : વર્ષ સારૃં રહેશે, હોળીની જ્વાળા પરથી કરાઇ આગાહી

હોળીની જવાળા આ વર્ષે ઉત્તર દિશામાં રહી હતી. : ધન, ધાન્ય અને ધંધામાં લાભ થવાની આગાહી. : હોલિકા દહન વખતે લોકોએ કોરોનાનો નાશ થાય તેવી પ્રાર્થના કરી.

નવી દિલ્હી,તા. ૩૦: ભારતમાં દરેક તહેવારોમાં ધાર્મિક મહત્વ હોય છે અને તેની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ રહેલું હોય છે. હોળીની ઉજવણી પાછળની પૌરાણિક કથા તો સૌને ખબર જ છે. ત્યારે હોળીની જવાળા જે દિશામાં ફરકતી હોય તેની સાથે આગાહી કરવાનું વિજ્ઞાન પણ જોડાયેલું છે. આગામી વર્ષ કેવું રહેવાનું છે તે હોળીની જવાળા પરથી નક્કી કરવામાં આવે છે. આ વર્ષે પ્રગટેલી હોળી પરથી વરતારો થઈ રહ્યો છે કે આ વર્ષ સારું રહેશે.

શનિવારે સાંજે દેશભરમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. દર વર્ષની સરખામણીએ આ વખતે હોળીના આયોજનો ઓછા અને નાના હતા. કોરોનાને ધ્યાનમાં રાખીને લોકોએ વધારે પ્રમાણમાં એકઠા થવાનું ટાળ્યું હતું. દર વર્ષે હોળીની જવાળા પરથી વરતારો કરવાનું એક વિજ્ઞાન છે. હોળીની જવાળા પરથી આખું વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વખતે હોળીની જવાળા ઉત્ત્।ર દિશા તરફની હતી. જે શુભ સંકેત લઈને આવી છે. ધન, ધાન્ય અને ધંધામાં વૃદ્ઘિ થશે. વરસાદ સારો રહેવાથી ખેતીની દ્રષ્ટિએ પણ વર્ષ સારું રહેશે. શુદ્ઘ ગુજરાતીમાં કહીએ તો સાડા ચૌદ આની વર્ષ રહેશે. સોળ આની એટલે ૧૦૦ ટકા અને સાડા ચૌદ આની એટલે કે ૮૫ ટકા સફળતાનું વર્ષ. આગામી દિવસોમાં કોરોના મહામારીથી પણ રાહત મળે તેવો વરતારો કરવામાં આવ્યો છે.

આ વર્ષે હોલિક દહન વખતે લોકોએ પોતાનું અને પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે તેવી કામના કરી હતી. સાથે જ દેશ અને દુનિયાની સુખાકારી અને કોરોનાથી રાહત મળે તેવી પ્રાર્થના કરી હતી.

(10:37 am IST)