Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

નંદીગ્રામમાં આજે અમિતભાઈ શાહની મેગા રેલી: આવતીકાલે બીજા તબક્કાનું મતદાન

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન થશે ત્યારે મમતા બેનર્જી જે બેઠક ઉપરથી ચૂંટણી જંગ લડી રહ્યા છે તે નંદીગ્રામમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહની આજે જંગી રેલી થઈ રહી છે. અહીં મમતાને તેમના જ પક્ષના દિગ્ગજ નેતા શુભેન્દુ લડત આપી રહ્યા છે. બંગાળનો જંગ દિવસે દિવસે રસપ્રદ અને રોમાંચક બનતો જાય છે. મમતા પણ ભાજપ સામે વાઘણ બનીને બરાબર જવાબ આપી રહી છે.

(11:06 am IST)