Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ભાજપના દિલ્હીના પૂર્વ ઉપાધ્યક્ષ જીએસ બાવાનો મૃતદેહ પાર્કમાં ગ્રિલ પર લટકતો મળ્યો : તપાસ શરૂ

પાર્કમાં ફરતા લોકોએ બોડી જોઈ પોલીસને સૂચના આપી: કથિત રીતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની આશંકા

નવી દિલ્હી : ભાજપના દિલ્હીના પૂર્વ ઉપાધ્યક્ષ જીએસ બાવાએ કથિત રીતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. તેમનો મૃતદેહ સુભાષ નગરના ઝરણાવાળા પાર્કમાં લટકતો મળ્યો. 58 વર્ષીય જીએસ બાવા પશ્ચિમી દિલ્હીના ફતેહ નગરમાં રહેતા હતા. સોમવારની સાંજે લગભગ 6 વાગે પાર્કમાં ફરતા લોકોએ ગ્રીલ સાથે બોડીને લટકતી જોઈ પોલીસને સૂચના આપી હતી.

પોલીસ સ્થળ પર પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે મૃતદેહ દિલ્હી ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જીએસ બાવાનો છે. શંકાસ્પદ પરિસ્થિતિમાં ભાજપના મોત પર પોલીસે તપાસ શરુ કરી છે. દિલ્હી પોલીસના અધિકારીઓના જણાવ્યાનુંસાર પાર્કમાંથી કોઈ સુસાઈડ નોટ નથી મળી. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી છે

 અત્રે  ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ચર્ચિત પ્રત્યાશી તેજેન્દર સિંહ બગ્ગાએ ઈલેક્શન એજન્ટ તરીકે જીએસ બાવા ચર્ચામાં આવ્યા હતા

(11:12 am IST)