Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ટરમીડિએટનું પરીણામ જાહેર : ગુવાહાટીના અવિલાશ ગૌરવ પ્રથમ

રાજકોટ સેન્ટરમાં નવા જુના બન્ને ગ્રુપમાં ૯૭ માંથી ૬ ઉતીર્ણ : મિત દક્ષીણી પ્રથમ

રાજકોટ તા. ૨૯ : ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના IPCC નું જાન્યુઆરી ૨૦૨૧ નું પરિણામ જાહેર થતા ગ્રુપ-૧ નું જુના કોર્ષનું સરેરાસ પરિણામ ૫.૧૧% જાહેર થયુ છે. જેમાં ૮૨૧૫ માંથી ૪૨૦ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જયારે ગ્રુપ-ર જુના કોર્ષનું ૭.૯૫% પરિણામ આવ્યુ છે. જેમાં ૧૯૮૦૭ માંથી ૧૫૭૫ વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે. બન્ને ગ્રુપમાં જુના કોર્ષમાં પાસ વિદ્યાર્થીઓનું ૦.૩૭% પરિણામ જાહેર થયુ છે. જેમાં ૩૭૪૯ માંથી ૧૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા. ૪૪૭ ગુણ અને ૬૩.૮૬% સાથે સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે આવનાર અવિલાશ ગૌરવ ગુવાહાટીના છે.

આ રીતે IPCC માં ગ્રુપ ૧ નવા કોર્ષનું સરેરાસ પરિણામ ૧૨.૯૫% જાહેર થયુ. જેમાં ૨૬૪૯૬ માંથી ૩૪૩૦ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા. ગ્રુપ ર નું નવા કોર્ષનું ૧૮.૬૭% પરિણામ જેમાં ૨૭૬૧૧ માંથી ૫૧૫૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા અને બન્ને ગ્રુપમાં નવા કોર્ષમાં પાસ વિદ્યાર્થીઓનું ૯.૮૩% પરિણામ જાહેર થયુ. જેમાં ૧૨૦૪૬ માંથી ૧૧૮૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા.

ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા જે જાન્યુઆરી ૨૦૨૧ નું પણિામ જાહેર થયુ તેમાં નવા કોર્ષમાં ટોપ ૩ રેન્કર્સમાં અજમેરના ગીરીશ અસ્વાની ૬૮૯ ગુણ અને ૮૬.૧૩% સાથે પહેલા ક્રમાંકે, જયપુરના નમન મહેશ્વરી ૬૩૩ ગુણ અને ૭૯.૧૩% સાથે બીજા ક્રમાંકે તેમજ કલકતાના આયુષ ગુપ્તા ૬૩૨ ગુણ અને ૭૯% સાથે ત્રીજા ક્રમાંકે આવ્યા હતા.

જયારે રાજકોટ સેન્ટરનું પરિણામ જોઇએ તો જુનો કોર્ષ ગ્રુપ-૧ માં પરીક્ષા આપનાર ૧૯ વિદ્યાર્થી, પાસ વિદ્યાર્થીની સંખ્યા ઝીરો, જુના કોર્ષ ગ્રુપ-ર માં પરીક્ષા આપનાર ૧૧૯ વિદ્યાર્થી અને પાસ થનાર ૬ વિદ્યાર્થી, જયારે જુનાો કોર્ષ બન્ને ગ્રુપમાં  પરીક્ષા આપનાર ૧૯ વિદ્યાર્થી અને પાસ થનારની સંખ્યા ઝીરો. નવો કોર્ષ ગ્રુપ-૧ માં પરીક્ષા આપનાર ૭૨ વિદ્યાર્થી, પાસ ૫ વિદ્યાર્થી, નવો કોર્ષ ગ્રુપ-ર પરીક્ષા આપનાર ૧૬૦ વિદ્યાર્થી અને પાસ થનાર ૪૦ વિદ્યાર્થીઓ, નવો કોર્ષ બન્ને ગ્રુપમાં પરીક્ષા આપનાર ૯૭ હતા. જેમાંથી પાસ ૬ થયા.

બન્ને ગ્રુપમાં નવા કોર્ષમાં રાજકોટ સેન્ટરના જે ૬ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા તેમાં મીત દક્ષીણી ૫૫૮ ગુણ અને ૬૯.૭૫% સાથે સમગ્ર રાજકોટ સેન્ટરમાં પ્રથમ ક્રમાંકે આવેલ છે.

જયારે જુગલ ગણાત્રા ૫૦૨ ગુણ અને ૬૨.૭૫% સાથે બીજા ક્રમે અને મીહીર વાઘેલા ૫૦૦ ગુણ, ૬૨.૫૦% સાથે ત્રીજા ક્રમાંકે ઉતીર્ણ થયા હતા. સફળ થનાર દરેકને રાજકોટ બ્રાન્ચના ચેરમેન સી.એ. હાર્દીક વ્યાસે શુભેચ્છા પાઠવી હતી.

(12:13 pm IST)