Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રાજય રાજસ્થાન સ્થાપના દિવસ નિમિતે ૧૨૦૦ કેદીઓને મુકત કરાશેઃ અશોક ગેહલોત

નવીદિલ્હી,તા.૩૦: ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનની કોંગ્રેસ સરકાર જેલના કેદીઓ પર મહેરબાન થઈ છે.રાજ્યની વિવિધ જેલોમાં બંધ કેદીઓને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે મોટી ગિફ્ટ મળશે. કુલ મળીને ૧૨૦૦ કેદીઓને સ્થાપના દિવસ નિમિત્તે તેમની સજા માફ કરીને છોડી મુકવામાં આવશે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે કરેલી પહેલ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકાર દ્વારા કહેવામાં આવ્યુ છે કે, ૩૦ માર્ચે રાજસ્થાન દિવસ પહેલા કેદીઓને મુકત કરવામાં આવે તેવી શક્યતાઓ છે.જેલમાંથી એવા કેદીઓને છોડી મુકવાનુ નક્કી કરાયુ છે કે જેમનુ જેલમાં આચરણ સારુ રહ્યુ છે અને જેમણે મોટાભાગની સજા કાપી લીધી છે.ઉપરાંત જે ગંભીર બીમારીથી પિડાય છે અને વૃધ્ધ છે.જોકે રેપ, હત્યા, મોબ લિન્ચિંગ અને પોકસો જેવા ગંભીર અપરાધો માટે જેલમાં પૂરાયેલા કેદીઓને કોઈ રાહત આપવામાં નહીં આવે.જેમને છોડી મુકવામાં આવનાર છે તેમાંથી કેટલાક કેદી કેન્સર જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે ઉપરાંત કેટલાક કેદી ૭૦ વર્ષથી વધારે વયના છે.

(3:17 pm IST)