Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

મોબાઇલ પેમેન્ટ પ્લેટફોર્મ Mobikwikના 10 કરોડ યુઝરના ડેટા એક હેકર ફોરમ પર વેચી નાખ્યા !

સાઇબર સિક્યોરિટી રિસર્ચર રાજશેખર રાજહારિયાએ કર્યો દાવો : ડેટામાં KYC ફોર્મ, ડેબિટ કાર્ડ નંબર અને અન્ય અંગત માહિતીઃ Mobikwikએ દાવાને ફગાવી દીધો

નવી દિલ્હી: સાઇબર સિક્યોરિટી રિસર્ચર રાજશેખર રાજહારિયાએ દાવો કર્યો છે કે મોબાઇલ પેમેન્ટ પ્લેટફોર્મ Mobikwikના 10 કરોડ યુઝરના ડેટા એક હેકર ફોરમ પર સેલ માટે નાંખ્યા છે. આ દાવા પછીથી Mobikwik પર પ્રશ્ન ઉઠી રહ્યા છે.

 

દાવો છે કે આ ડેટા લીક ‘Ninja_Storm’ નામના એક હેકર ગ્રુપે કર્યા છે અને આ ગ્રુપ 26 માર્ચથી લીક કરેલા ડેટાને ઓનલાઇન વેચી રહ્યા છે. હેકર ગ્રુપની એક પોસ્ટ મુજબ ડેટા 1.5 બિટકૉઇન (અંદાજે 63 લાખ રૂપિયા)માં વેચવામાં આવી રહ્યો છે

રિસર્ચરે દાવો કર્યો છે કે 10 કરોડ ભારતીયોના ડેટા Mobikwikના એક સર્વરથી લીક થયો છે. આ ડેટામાં KYC ફોર્મ, ડેબિટ કાર્ડ નંબર અને અન્ય અંગત જાણકારી સામેલ છે. આ દાવા પછી અનેક યુઝરે પોતે પોતાના ડેટાને ડાર્ક વેબ પર જોયો અને વેરિફાઈ કર્યો.

 સાઇબર સિક્યોરિટી રિસર્ચર રાજશેખર રાજ હારિયાના દાવા પછીથી લાખો યુઝરે ટ્વિટર પર પોતાનો ડેટા લીક થવાના સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે. સાઇબર સિક્યોરિટી રિસર્ચર ઇલિયટ લૈડરસને તેને ‘ઇતિહાસનો સૌથી મોટો KYC ડેટા લીક’ કરાર આપ્યો ડાર્ક નેટ પર શેર કરવામાં આવેલા આ ડેટાની સાઇઝ અંદાજે 350GB છે.

 

ક્યા ડેટા લીક થયા?

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • સેલ્ફી
  • પિક્ચર પ્રૂફ
  • ક્રેડિટ કાર્ડ નંબર
  • ડેબિટ કાર્ડ નંબર
  • ઈમેલ એડ્રેસ
  • ફોન નંબર
  • પાસપોર્ટ નંબર
  • પાસવર્ડ
  • આઈપી એડ્રેસ
  • જીપીએસ લોકેશન

ફેબ્રુઆરીની શરૂઆતમાં રાજહારિયાનું ધ્યાન આ કથિટ ડેટા લીક તરફ ગયુ હતું અને તેમણે કંપનીનો સંપર્ક સાધ્યો હતો. ટ્વિટર પર રાજહારિયાએ જણાવ્યું કે,એક હેકરે દાવો કર્યો છે કે 11 કરોડ ભારતીય કાર્ડહોલ્ડરનો ડેટા કથિત રીતે @MobiKwik સર્વરથી લીક થયો છે. એવું લાગે છે કે હેકર પાસે અત્યારે પણ ડેટા છે. બેકઅપ કથિત રીતે 20 જાન્યુઆરીએ લેવામાં આવ્યો હતો. હેકરે દાવો કરે છે કે તેની પાસે છેલ્લા 30 દિવસથી Mobikwik એક્સેસ છે. @RBI @IndianCERT આ મામલે તપાસ કરે.”

જોકે પેમેન્ટ પ્લેટફોર્મે એક ટ્વીટ કરીને જણાવ્યું કે,એક મીડિયા ક્રેજી કથિત સિક્યોરિટી રિસર્ચરે ગત એક અઠવાડિયામાં ખોટી ફાઇલો રજૂ કરી અમારી કંપનીનો મહત્વપૂર્ણ સમય ખરાબ કર્યો અને મીડિયા અટેન્શન મેળવવાનો પ્રયાસ કર્યો. અમે તેના આરોપોની ઉંડાણપૂર્વક તપાસ કરી અને કોઈ સંરક્ષિત ખામી નથી મળી.”

કંપનીએ 4 માર્ચે ટ્વીટ કરી કે અમારા યુઝર અને કંપનીનો ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. વ્યક્તિ જે જુદા-જુદા સેમ્પલ ટેક્સ્ટ ફાઇલ બતાવી રહ્યો છે, તેનાથી કઇ સાબિત નથી થતું. આ પ્રકારની ટેક્સ્ટ ફાઇલ કોઈ પણ બનાવી કંપનીને પરેશાન કરી શકે છે

(7:35 pm IST)