Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ભાજપની તેમના લોકોને મરાવીને આ હરકત અમારી બતાવી રાજ્યમાં તોફાનો કરાવવાની યોજના : મમતાનો મોટો આરોપ

મમતાએ કહ્યું -- નંદીગ્રામમાં સાંપ્રદાયિક તોફાનોને લઈને થનાર પ્રયાસોની સામે સાવધાન રહો.

કોલકતા :બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ શાસિત રાજ્યોમાં પોલીસ નંદીગ્રામ વિધાનસભામાં સીટના મતદારોને ડરાવી રહી છે. આ સીટ પર મમતા બેનર્જીની સામે તેના પૂર્વ સાથીદાર શુભેન્દુ અધિકારી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

ભંગાબેરથી રોડ શો શરૂ કરતા પહેલા મમતા બેનર્જી સોનાચુરામાં એક સભાને સંબોધન કર્યું હતું અને આ સભામાં તેમણે જણાવ્યું હતું કે, મતદારોવોને પોલીસ દ્વારા ભયભીત કરવામાં આવે છે અને ભાજપ પક્ષ તરફી માહોલ બનાવવા માટે મધ્યપ્રદેશ પોલીસના કર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે, તે નંદીગ્રામ સીટ પરથી પોતાની જીતને લઈને આશ્વસ્થ છે અને સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે પાર્ટી સતત ત્રીજીવાર સત્તામાં આવશે.

શુભેન્દુ અધિકારી પર મમતા બેનર્જી ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, બહારથી લાવવામાં આવેલા પોલીસકર્મીઓ થોડા દિવસો અહીંયા રહેશે કોઈ પણ ભૂલ ન કરે અમે પાછા આવીશું અને દબાવશો તો કરારો જવાબ આપીશું. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી આયોગને પણ બહારના પોલીસકર્મીઓના કથિત અનુસૂચિત કૃતિઓ બાબતે માહિતી આપવામાં આવશે.

મમતા બેનર્જીએ લોકોને અપીલ કરી હતી કે, એક એપ્રિલના રોજ થનારા ચૂંટણી પહેલા નંદીગ્રામમાં સાંપ્રદાયિક તોફાનોને લઈને થનાર પ્રયાસોની સામે સાવધાન રહો. તેમણે કહ્યું હતું કે ભાજપની તેમના લોકોને મરાવીને આ હરકત અમારી બતાવીને તોફાનો કરાવવાની યોજના છે અને આવી અમને માહિતી મળી છે એટલા માટે તમે સાવધાન રહો.

આ સભા બાદ TMCના પ્રમુખ મમતા બેનર્જીએ ત્રણ કિલોમીટરના રોડ શોમાં ભાગ લીધો હતો અને આ રોડ શો નંદીગ્રામના રસ્તાઓ પરથી નીકળ્યો હતો. રોડ શો દરમિયાન મમતા બેનર્જીના સમર્થકોએ જય હિન્દ, જય બાંગ્લા અને મમતા બેનર્જી જિંદાબાદ અને મીરજાફર મુર્દાબાદના નારા લગાવ્યા હતા.

(9:16 pm IST)