Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

આરતી વખતે અલ્લાહ-હુ-અકબરની નારેબાજી કરતા મારામારી : પોલીસની હાજરીમાં બબાલ

મહારાષ્ટ્રના મલંગગઢ સ્થિત મછિંદરનાથની સમાધિ સ્થળની ઘટના: આરતીના આયોજકો સામે ફરિયાદ દાખલ: 4 મુસ્લિમોની ધરપકડ

મહારાષ્ટ્રના મલંગગઢ સ્થિત મછિંદરનાથની સમાધિ સ્થળ પર આરતી વખતે મુસ્લિમ સમૂદાયના કેટલાક લોકોએ અલ્લાહ-હુ-અકબરની નારેબાજી કરતા બબાલ મચી હતી

માઘ પૂર્ણિમાના અવસરે મલંગગઢ સ્થિત મછિંદરનાથની સમાધિ સ્થળે હિંદુ સમૂદાયના 50-60 લોકો આરતી કરવા ગયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર શિવસેના નેતાના આગ્રહને કારણે આ લોકોને સમાધિ સ્થળે આરતી કરવાની પરમિશન મળી હતી.

હિંદુ લોકો સમાધિ સ્થળની અંદર બેસીને આરતી કરી રહ્યાં હતા તે દરમિયાન મુસ્લિમ સમૂદાયના થોડા લોકો આવી ચડ્યાં હતા. મુસ્લિમોએ અલ્લાહ-હુ-અકબરની નારેબાજી શરુ કરી, આનાથી હિંદુઓને આરતી બંધ કરવાની ફરજ પડી. હિંદુઓને મુસ્લિમોને બહાર નીકળી જવાની ચેતવણી આપી તેમ છતાં પણ તેઓ ન માન્યા અને બન્ને સમૂદાય વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હતી. હિંદુઓએ ધાર્મિક લાગણી દુબાઈ હોવાનો આરોપ લગાવ્યો છે.

ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના બની ત્યારે સમાધિસ્થળની બહાર પોલીસની પણ હાજરી હતી પરંતુ પોલીસના જવાનોએ મૂકદર્શક બની રહેવાનું પસંદ કર્યું. પરંતુ મામલો કાબૂ બહાર જતો જોઈને પોલીસ વચ્ચે પડી અને મુસ્લિમોને બહાર લઈ ગઈ હતી. પોલીસે જેમ તેમ કરીને મામલો શાંત પાડ્યો હતો.

પોલીસે આરતના આયોજકોની સામે કોવિડ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે તથા 4 મુસ્લિમોની ધરપકડ કરી છે. 

ગોરખપંથી લોકોનું કહેવું છે કે આ સમાધિ મછિંદરનાથની છે જ્યારે મુસ્લિમોએ તેને હાઝી મલંગ બાબાની મઝાર ગણાવી છે. અહીં સમાધિ અને મઝારની જમીન અંગે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. બન્ને પક્ષોએ જમીનના એક એક ભાગ પર કબજો કરી રાખ્યો છે. જમીનની માલિકી કોની તે અંગે ભૂતકાળમાં અનેક વાર બબાલ પણ થઈ છે. હિંદુઓ નાથ પંથના બાબા મછિંદરનાથની સમાધિ ગણાવી રહ્યાં છે તો મુસ્લિમ પક્ષનો દાવો છે કે આ સમાધિ 13 મી સદીમાં યમનમાંથી  મુંબઈના કલ્યાણમાં આવેલા સૂફી ફકીર હાઝી અબ્દુલ રહેમાન શાહ ઊર્ફ મલંગબાબાની છે. 1980 માં શિવસેનાએ આ મુદ્દાને રાજકીય હથિયાર બનાવ્યું હતું. 

(10:47 pm IST)