Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4,758 કેસ પોઝિટિવ : 10ના મોત

તબીબી ઉપયોગ માટે 80 ટકા ઓક્સિજન રાખવો ફરજીયાત : રાજ્ય સરકારનો આદેશ

બીએમસીએ વધુ ગંભીર લક્ષણોવાળા દર્દીઓ માટે પથારી ખાલી કરવા વહેલી તકે એસિમ્પ્ટોમેટિક દર્દીઓને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લીધો છે. પાલીકાએ દવાઓની કોઈ પણ સંભવિત તંગી ન થાય તે માટે રેમડેસિવીર અને અન્ય તબીબી ઉપકરણોના 1.5 લાખ ઈન્જેક્શન ખરીદવાનો નિર્ણય લીધો છે.મુંબઈમાં કોરોના વાઈરસના 5,888 નવા કેસો સાથે નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આ સાથે હાલ સુધીમાં મહાનગરમાં કુલ 11,661 લોકોના મૃત્યુ અને 3,44,496 રિકવરી નોંધાઈ છે અને હાલમાં 47,453 સક્રિય કેસ છે

રાજ્યમાં કોરોના દર્દીના કેસમાં ઉછાળાને જોતા રાજ્ય સરકાર તરફથી મેડિકલ સુવિધા વધારવાના પગલે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરાયો છે.

સરકારે ઓક્સિજનનું ઉત્પાદન કરનારી કંપનીઓ પર એક આકરો કાયદો લાદ્યો છે. આ આદેશ મુજબ ઓક્સિજનના કુલ ઉત્પાદનનો 80 ટકા પુરવઠોના તબીબી વપરાશ માટે અને ઓદ્યોગિક વપરાશ માટે 20 ટકા હોવો જોઈએ. રાજ્યના આરોગ્ય વિભાગે મંગળવારે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ 30 જૂન 2021 સુધી રાજ્યભરમાં લાગુ રહેશે. જેમાં તબીબી વપરાશ માટે 80 ટકા ઓક્સિજનનો ફરજિયાત પુરવઠો રહેશે.

(11:27 pm IST)