Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ઠંઠા કૂલ કૂલ, વોટ પાબે જોડા ફૂલ: મમતાએ નંદીગ્રામમાં અલગ જ અંદાજમાં વોટ માંગ્યા

નંદીગ્રામ વિધાનસભા ક્ષેત્રમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વ્હીલચેર પર બેસીને પદયાત્રા: કહ્યું કે, 24 કલાક માટે પોતાનું મગજ શાંત રાખો. ચોક્કસ રીતે જીત આપણી થશે. નીકાળી

પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. રાજ્યની હૉટ સીટ બનેલા નંદીગ્રામ વિધાનસભા ક્ષેત્રમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વ્હીલચેર પર બેસીને પદયાત્રા નીકાળી. આ દરમિયાન મમતા બેનર્જીએ નંદીગ્રામમાં અલગ અંદાજમાં વોટ માંગ્યા. નંદીગ્રામના સોનાચૂરામાં પદયાત્રા દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, મતદાન દરમિયાન પોતાનો મત શાંતિથી આપજો. તેમણે કહ્યું કે, 'ધ્યાનમાં રાખો, કૂલ કૂલ તૃણમૂલ, ઠંઠા કૂલ કૂલ, વોટ પાબે જોડા ફૂલ (ઠંડા ઠંડા કૂલ કૂલ, ફૂલની જોડીને મળશે વોટ).'

તેમણે કહ્યું કે, 24 કલાક માટે પોતાનું મગજ શાંત રાખો. ચોક્કસ રીતે જીત આપણી થશે. નંદીગ્રામ સીટ પર આ વખતે મમતા બેનર્જી પોતાના ખાસ રહેલા શુભેંદુ અદિકારીને ટક્કર આપી રહી છે. બીજેપી ઉમેદવાર અધિકારીનો આ વિસ્તારમાં ઘણો દબદબો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શુભેંદુ અધિકારીએ તો મમતા બેનર્જીને 50 હજારથી વધારે વોટોથી હરાવવાનો દાવો પણ કર્યો છે. મમતા બેનર્જી સતત પોતાની જનસભાઓમાં આરોપ લગાવતી રહી છે કે બીજેપી ચૂંટણી જીતવા માટે કોઈ પણ પગલું ભરી શકે છે.

તેઓ એમ પણ કહે છે કે બીજેપી બંગાળમાં બહારથી ગુંડા લઇને આવી છે, જેથી વોટર્સને ડરાવી-ધમકાવીને પોતાના પક્ષમાં લઈ શકાય. નંદીગ્રામ વિધાનસભા સીટ પર કદાવર નેતા શુભેંદુ અધિકારીનો દબદબો બતાવવામાં આવી રહ્યો છે, આ કારણે અહીં મમતા બેનર્જી પહેલાથી સતર્ક છે. ટીએમસીએ પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને પણ બીજેપીની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કહ્યું છે. એક તરફ ગૃહ મંત્રી અમિત શાહે નંદીગ્રામથી બીજેપી ઉમેદવાર શુભેંદુ અધિકારીની સાથે રોડ શૉ કર્યો, તો બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વ્હીલચેર પર બેસીને પદયાત્રાની આગેવાની કરી.

પદયાત્રા શરૂ થતા પહેલા જ્યારે તેમનો કાફલો શાહના રોડ શૉથી પસાર થયો, તો અહીં રહેલા લોકોએ 'જય શ્રીરામ'ના નારા લગાવ્યા. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 સીટો છે. આમાંથી મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ની પાસે 211 ધારાસભ્યો છે. ગત ચૂંટણીમાં કૉંગ્રેસને 44, લેફ્ટને 32 તો ભારતીય જનતા પાર્ટીને ફક્ત 3 સીટો પર જીત મળી હતી. અહીં બહુમતી માટે 148 સીટોની જરૂરિયાત છે.

(11:49 pm IST)