Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

સુએજ નહેર સંકટથી વિશ્વના વેપારને મોટું નુકશાન: અનેક દેશોમાં તેલ અને ગેસના ભાવ વધ્યા : શિપિંગ ઓપરેશન ચાર્જમાં પણ વધારો

એકલા નહેરની આવક દરરોજ 14 મિલિયન ડોલરથી લઈને 15 મિલિયન ડોલર સુધી પ્રભાવિત થઈ: વૈશ્વિક વેપાર વૃદ્ધિ વાર્ષિક ધોરણે 0.2 થી 0.4 ટકા સુધી ઘટી શકે

નવી દિલ્હી : અઠવાડિયાથી સુએઝ નહેરમાં અટવાયેલું જબાજ ‘એમવી એવર ગિવન’ સોમવારે હટાવી દેવામાં આવ્યું. આ જહાજ 400 લાંબુ મીટર અને 59 મીટર પહોળું છે. ચીનથી નેધરલેન્ડના પોર્ટ રોટેરડમ જઇ રહેલા આ જહાજ સુએઝ નહેરમાં અટવાઇ ગયુ હતુ. આ જહાજ ફસાવવાના કારણે વિશ્વની સપ્લાઈ ચેન પર ભારે અસર પડી હતી. સાથે જ તેનાથી આર્થિક નુકશાનનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અનેક દેશોમાં તેલ અને ગેસના ભાવ વધી ગયા છે, જ્યારે અનેક જગ્યાઓ પર શિપિંગ ચાર્જમાં વધારો થયો છે. જહાજ ફસાવવાના કારણે અનેક નાના માલવાહક જહાજ ફસાઈ ગયા હતા. અનેક જહાજોને અન્ય રસ્તે થઈ મંજિલ સુધી પહોંચવું પડ્યુ હતુ, જેના કારણે જરૂરી શિપમેન્ટમાં ખલેલ પડી.

સુએઝ નહેર પર રૂટ પ્રભાવિત થવાના કારણે પૂર્વ અને પશ્ચિમ દિશામાં સ્થિત અનેક દેશોને ભારે આર્થિક નુકશાન વેઠવું પડ્યું. ભારતને પણ આ ઘટનાના કારણે કરોડો રૂપિયાનું નુકશાન ઉઠાવવું પડ્યું. ઉલ્લેખનીય છે કે સુએઝ નહેર વિશ્વની શિપિંગ ચેનલમાં સૌથી વ્યવસ્તમ રસ્તામાંથી એક છે. ત્યાંથી તેલ, રિફાઇન્ડ તેલ, અનાજ અને અન્ય વસ્તુની અવર-જવર થાય છે. સુએઝ નહેર બ્લોક થવાના કારણે દૈનિક વ્યવસાયના 12 ટકા પ્રભાવિત  થયા થયા

લોયડ લિસ્ટ મુજબ રોજના 9 બિલિયન ડોલરનું નુકશાન ઉઠાવવું પડ્યું હતું. તે પ્રતિ કલાક 400 મિલિયન ડોલરના વેપાર અથવા 6.7 મિલિયન ડોલર પ્રતિ મિનિટ બરાબર છે. જાપાની જહાજ છ દિવસ સુધી અટકાવવાના કારણે અંદાજે કુલ 54 બિલિયન ડોલરનું નુકશાન થયું છે. આ આંકડો કાર્ગો શિપમેન્ટ રોકાવવા અથવા પછી બ્લોકેજના કારણે થયેલા વિલંબના આધાર પર છે.

 

વિશ્વના અનેક દેશોને આર્થિક નુકશાન તેલ અને ગેસના ભાવમાં વધારાના કારણે પણ થયું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જહાજ હજુય કેટલાય દિવસ સુધી સુએઝ નહેરમાં અટવાયેલું રહી શકે છે, જેના કારણે અનેક દેશોમાં તેલ અને ગેસના ભાવ વધી રહ્યા હતા. સુએઝ નહેર ઑથોરિટીના અધ્યક્ષ ઓસામા રબી મુજબ એકલા નહેરની આવક દરરોજ 14 મિલિયન ડોલરથી લઈને 15 મિલિયન ડોલર સુધી પ્રભાવિત થઈ છે. દરમિયાન, જર્મન વીમા કંપની એલિઆન્ઝે શુક્રવારે એક વિશ્લેષણમાં જણાવ્યું હતુ કે આ બ્લોકેજને કારણે વૈશ્વિક વેપાર વૃદ્ધિ વાર્ષિક ધોરણે 0.2 થી 0.4 ટકા સુધી ઘટી શકે છે. Suez Canal Crisis 

વધારાના શિપિંગ ઓપરેશન ચાર્જ, કમોડિટીની ભાવ અને શિપિંગમાં વિલંબ જેવા ખર્ચને જોડવા પર આર્થિક નુકશાનનો આંકડો વધી શકે છે. રોયટર્સના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બ્લોકેજના કારણે ઉદભવેલી ટ્રાફિક સમસ્યાને ક્લિયર કરવામાં ત્રણ દિવસથી વધુ સમય લાગી શકે છે. મોટાભાગના કાર્ગો જહાજને કેપ ઑફ ગુડ હોમના માધ્યમથી લાંબા રસ્તાની પસંદગી માટે મજબૂર થવું પડી રહ્યું છે, જેના કારણે મંગળવારે શિપિંગ ઓપરેશન ચાર્જમાં વધારો જોવા મળ્યો. આ રસ્તેથી જઇ રહેલા જહાજોને 7થી 15 દિવસનો વધારાનો સમય લાગી શકે છે.

(12:38 am IST)