Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કોરોનાએ કર્યા બેહાલ

દેશની અડધી કામકાજી વસ્તી બની દેવાદાર

ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીના અહેવાલ મુજબ જાન્યુઆરી ૨૦૨૧માં કુલ ૪૦.૦૭ કરોડ કામકાજી વસ્તી હતી જેમાંથી ૨૦ કરોડ લોકોએ કોઇને કોઇ રીતે દેવુ કર્યુ છે : વિતેલા ૧૦ વર્ષમાં બેન્કોએ રિટેલ લોનને પ્રાથમિકતા આપી છે, જેના લીધે લોન લેનારાઓની સંખ્યા સતત વધી : વૈશ્વિક કોરોના મહામારી પછી રિટેલ લોનમાં જે પ્રમાણે વધારો થયો છે એ દેશ માટે ચિંતાનો વિષય છે

નવી દિલ્હી,તા.૩૦: વૈશ્વિક કોરોના મહામારીથી પ્રભાવિત લગભગ દરેક દેશ આર્થિક સંકટોનો સામનો કરી રહ્યો છે. એમાં પણ વિકાસશીલ દેશોની સ્થિતિ વધુને વધુ કફોડી થતી જાય છે. હાલમાં જ દેશના અર્થતંત્રને ટેકો આપવા માટે કેન્દ્રએ રાહત ફંડની જાહેરાત કરી હતી. એવામાં તાજેતરમાં આવેલા સીઆઇસીના રિપોર્ટમાં પણ દેશની કામકાજી વસ્તીને લઇને આવેલા પરિણામો ચિંતા પેદા કરી રહ્યા છે.

ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની-ઘ્ત્ઘ્હ્ય્ હાલમાં બહાર પાડેલો અહેવાલ દર્શાવે છે કે, દેશની કુલ ૪૦ કરોડ કામકાજી વસ્તી, એવા લોકો જે નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા છે એમાંથી અડધી વસ્તી દેવાદાર બની ચૂકી છે. જેનું પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક કોરોના મહામારી છે.

CICના અહેવાલ અનુસાર જાન્યુઆરી ૨૦૨૧ સુધી ભારતની કુલ કામકાજી વસ્તી ૪૦.૦૭ કરોડ હતી, પરંતુ રિટેલ લોન બજારમાં ૨૦ કરોડ લોકોએ કોઇને કોઇ રીતે દેવા પેટે નાણાં લીધા છે. રિપોર્ટની માનીએ તો આ ૨૦ કરોડ લોકોએ ઓછામાં ઓછી એક લોન જરુરથી લીધી છે અથવા તેમની પાસે ક્રેડિટ કાર્ડ છે.

વિતેલા ૧૦ વર્ષમાં બેન્કોએ રિટેલ લોનને પ્રાથમિકતા આપી છે, જેના લીધે લોન લેનારાઓની સંખ્યા સતત વધી છે. પરંતુ વૈશ્વિક કોરોના મહામારી પછી રિટેલ લોનમાં જે પ્રમાણે વધારો થયો છે એ મોટી ચિંતાનો વિષય છે. સીઆઇસીનો અહેવાલ દર્શાવે છે કે, ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ૧૮-૩૩ વર્ષની ઉંમરના ૪૦ કરોડ લોકો વચ્ચે દેવા બજાર વધવાની સંભાવના છે, આ સેકશનમાં લોન પ્રસારનું પ્રમાણ માત્ર આઠ ટકા જ છે.

અહેવાલ મુજબ દેવાદારોની સંખ્યામાં મહિલાઓનું પ્રમાણ ઓછુ છે. મહિલા દેવાદારની સંખ્યા માત્ર ઓટો લોનમાં ૧૫ ટકા, હોમ લોનમાં ૩૧ ટકા, પર્સનલ લોનમાં ૨૨ ટકા અને કન્ઝયુમર ડ્યુરેબલ લોનમાં ૨૫ ટકા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તંગીના સમયે દેવાદાર જયાંથી પહેલી વાર લોન લે છે તેમની ચૂકવણીને પહેલી પ્રાથમિકતા આપે છે.

આ સિવાય સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી-CMIEએ ગત મહિને ૧.૭૫ લાખ પરિવારોનો સર્વે કર્યો હતો. જેમાં માત્ર ૩ ટકા પરિવારોએ કહ્યું કે તેમની આવકમાં વધારો થયો છે. જયારે ૫૫ ટકા પરિવારોની આવકમાં દ્યટાડો થયો છે અને ૪૨ ટકા પરિવાર એવા હતા કે જેમની આવક પહેલાની જેમ યથાવત રહી છે.

(10:09 am IST)