Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

પાંચ દિવસમાં કોરોનાથી મોતની અણનમ ફિફટી

કોરોના ઉર્ફ કાળઃ રાજકોટમાં આજે પણ ૧૦ મોત

રાજકોટ જનતા સોસાયટીના પરષોત્તમભાઇ ઉનડકટ (ઉ.વ.૮૩), સોમનાથ સોસાયટીના ચેતનભાઇ કાનાબાર (ઉ.વ.૫૫), નવયુગપરાના મોંઘીબેન વાઘેલા (ઉ.વ.૬૦), કાજલબેન સરાલા (ઉ.વ.૨૧), પરાસાણાનગરના રમણિકભાઇ જાની (ઉ.વ.૮૦), જસદણ પ્રતાપપુરના કેશુભાઇ પરાખીયા (ઉ.વ.૬૦), કાલાવડ બાલંભાના મંજુલાબેન અકબરી (ઉ.વ.૫૫), બાબરાના નથુભાઇ મેટાડીયા (ઉ.વ.૬૦), મોરબીના હનીફાબેન શાહમદાર (ઉ.વ.૭૦) અને સુલતાનપુર ગોંડલના જયંતિભાઇ ગોંડલીયા (ઉ.વ.૬૧)એ દમ તોડી દીધો

રાજકોટ તા. ૩૦: કાળનું બીજુ નામ કોરોના પડી ગયું હોય તેમ આ મહામારી રાજકોટમાં રોજબરોજ દર્દીઓના જીવ લઇ રહી છે. ગઇકાલે એક જ દિવસમાં દસ દર્દીઓએ દમ તોડ્યા બાદ સાંજથી આજ બપોર સુધીમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં વધુ  ૧૦ દર્દીઓના મોત નિપજ્યા છે. આ તમામ કોવિડ-૧૯ દર્દી તરીકે સારવારમાં હતાં. સિવિલમાં ૭ અને ખાનગી હોસ્પિટલમાં ૩ દર્દીના મોત થયા છે. તે સાથે પાંચ દિવસનો મૃત્યુઆંક ૫૦ થઇ ગયો છે.

જે હતભાગીઓએ દમ તોડ્યો છે તેમાં રાજકોટ જનતા સોસાયટીના પરષોત્તમભાઇ બાબુભાઇ ઉનડકટ (ઉ.વ.૮૩), ૧૫૦ ફુટ રીંગ રોડ સોમનાથ સોસાયટીના ચેતનભાઇ કાનાબાર (ઉ.વ.૫૫), રામનાથપરા નવયુગપરાના મોંઘીબેન ભલાભાઇ વાઘેલા (ઉ.વ.૬૦), રામનાથપરા જુની જેલ પાસેના કાજલબેન ઘેલાભાઇ સરાલા (ઉ.વ.૨૧) તથા પરસાણાનગરના રમણિકભાઇ કરૂણાશંકર જાની (ઉ.વ.૮૦), જસદણ પ્રતાપપુરના કેશુભાઇ હરજીભાઇ પરાખીયા (ઉ.વ.૬૦), કાલાવડ બાલંભાના મંજુલાબેન જસમતભાઇ અકબરી (ઉ.વ.૫૫), બાબરાના સુકવાડાના નથુભાઇ વેલજીભાઇ મેટાડીયા (ઉ.વ.૬૦),  મોરબીના હનીફાબેન અકબરશા શાહમદાર (ઉ.વ.૭૦) તેમજ ગોંડલ સુલતાનપુરના જયંતિભાઇ વિઠ્ઠલભાઇ ગોંડલીયા (ઉ.વ.૬૧)નો સમાવેશ થાય છે.

આ દર્દીઓમાં પરષોત્તમભાઇ, કેશુભાઇ અને ચેતનભાઇના ખાનગી હોસ્પિટલમાં મોત થયા હતાં. જ્યારે બાકીના ચાર દર્દીના મોત સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં થયા છે. જેમાં એક દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી હતો. ગઇકાલે એક જ દિવસમાં ૧૦ દર્દીના મોત નિપજ્યા હતાં. ત્યાં આજે પણ વધુ ૧૦ દર્દીની જિંદગી ખતમ થઇ જતાં અરેરાટી અને ફફડાટ ફેલાઇ ગયા છે.

રવિ, સોમ, મંગળ, બુધવાર અને આજના ૧૦ મળી  પાંચ  દિવસમાં ૫૦  દર્દીઓના મોત નિપજ્યા છે. આ તમામ દર્દીઓ કોવિડ પેશન્ટ તરીકે સારવારમાં હતાં. જેમાંથી અમુકના રિપોર્ટ બાકી હતાં.

(2:54 pm IST)