Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

અનિલ અંબાણી ગ્રુપના હેડક્વોર્ટર પર બેંકનો કબજો

અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો : ૨૮૯૨ કરોડ રૂપિયાની લોન ન ચૂકવાતા બેંકે રિલાયન્સ સેન્ટર સહિત નાગિન મહેલના બે માળ પર કબજો કર્યો

મુંબઇ, તા.૩૦ : એક સમયે દુનિયાના છઠ્ઠા નંબરના સૌથી અમીર વ્યક્તિ રહેલા અનિલ અંબાણીને પોતાનું હેડક્વોર્ટર ગુમાવવું પડી રહ્યું છે. તેમના અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના મુંબઈ સ્થિત રિલાયન્સ સેન્ટરને યસ બેંકે પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. બેંકે ૨૧,૦૦૦ ચોરસ ફૂટની બિલ્ડીંગ અને સાઉથ મુંબઈમાં નાગિન મહેલના બે માળના પઝેશન માટે ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી. અનિલ અંબાણી તરફથી ૨૮૯૨ કરોડ રૂપિયાની લોન ચૂકવાયા બાદ બેંકે કાર્યવાહી કરી છે. બિલ્ડીંગનું પઝેશન ૨૨ જુલાઈએ SARFESI એક્ટ હેઠળ લેવાયું હતું. પબ્લિક નોટિસમાં યસ બેંકે જણાવ્યું છે કે, કંપની દેવું ચૂકવવામાં નિષ્ફળ રહેતા તેણે પૈસાની રિકવરી માટે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને SARFESI હેઠળ નોટિસ મોકલી હતી.

            તેણે પઝેશન નોટિસ પણ પાઠવી હતી. જણાવી દઈએ કે અનિલ અંબાણી ગ્રુપ પર યસ બેંકનું ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે. વર્ષે માર્ચમાં ઈડીની પૂછપરછમાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે યસ બેંકથી તેમણે જે લોન લીધી છે, જે સંપૂર્ણ રીતે સેફ છે. તેમણે કહ્યું હતું કે, યસ બેંકનું બધું દેવું તેઓ ચૂકતે કરશે પછી તેના માટે પોતાની પ્રોપર્ટી પણ વેચશે. તો બીજી તરફ લોન આપવામાં અનિયમિતતા મામલે પૂછપરછ દરમિયાન અનિલ અંબાણીએ બેંકના પૂર્વ ડાયરેક્ટર રાણા કપૂર, તેમની પત્ની અથવા દીકરી કે પછી તેમના નિયંત્રણમાં રહેલી કોઈ કંપની સાથે સંબંધ હોવાનું જણાવ્યું હતું .ઈડીએ મે મહિનામાં રાણા કપૂર અને તેમની દીકરીઓ વિરુદ્ યસ બેંક ફ્રોડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. હાલમાં બેંકના ડાયરેક્ટર તરીકે પ્રશાંત કુમાર કામકાજ સંભાળી રહ્યા છે.

(7:55 pm IST)