Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

અમરનાથમાં હિમલીંગ માત્ર ૨ ફુટનું રહયું

જમ્મુ- અમરનાથ યાત્રા મુલત્વી રખાયેલ છે ત્યારે શ્રાઇન બોર્ડના તમામ પ્રયાસો છતાં અમરનાથ ગુફામાં શિવલીંગ-હિમલીંગ ૧૮ ફુટમાંથી હવે માત્ર ૨ ફુટનું રહયું છે.

આ વખતે કોઇ ભકતો અહિં દર્શને આવ્યા નથી એટલે તેમના શ્વાસને લીધે નહિ પણ ગ્લોબલ વોર્મિંગને લીધે આવુ બન્યું છે. ગુફા જે સંપૂર્ણ એરકન્ડીશન બનાવવા, આઇસ સ્ક્રેટીંગ રીંક ટેકનીકનો ઉપયોગ કરવાની વિચારણા છે પણ અમલ થયો નથી. એર કર્ટન, રેડીયંટસ કુલીંગ પૈનલ્સ અને ફ્રોઝન બ્રાઇન ટ્રે નો ઉપયોગ કરવાની પણ વિચારણા છે. આમાંથી વર્ણનો સફળ પ્રયોગ મુંબઇ, શ્રીનગર, ગુલમર્ગમાં થઇ ચુકયો છે પણ અહિં કોર્ટની મનાઇને લીધે મામલો અટકયો છે.

(1:47 pm IST)