Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ભારતે મોરેશીયસને દોસ્તીની ભેટ આપી

૧૦ માળના ભવ્ય સુપ્રિમ કોર્ટ સંકુલનું નરેન્દ્રભાઇ ઉદ્ઘાટન કરશેઃ મોરેશીયસના વડાપ્રધાન પણ સાથે રહેશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મોરેશીયસના વડાપ્રધાન પી.કે. જગન્નાથ આજે વીડીયો દ્વારા મોરેશીયસના ૧૦ માળના અને ભારતની મદદથી બનેલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી,તા.૩૦: વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને મોરેશીયસના વડાપ્રધાન પ્રવીન્દ જગન્નાથ સંયુકત રીતે આજે મોરેશીયસ સુપ્રીમ કોર્ટના નવા ભવનને ખુલ્લુ મુકશે. વિડીયો કોન્ફરન્સથી યોજાનાર ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મોરેશીયસના કાયદાના વરિષ્ઠ સભ્યો અને બન્ને દેશોના ગણમાન્ય લોકો પણ હાજર રહેશે.

 ભારતની આર્થીક સહાયતાથી આ ભવનનું નિર્માણ મોરેશીયસની રાજધાની પોર્ટ લુઇસમાં થયું છે. ભારતે પાંચ પરિયોજનાઓ હેઠળ ૨૦૧૬માં મોરેશીયસને ૩૫૩ મિલીયન અમેરિકી ડોલરનું ખાસ આર્થીક પેકેજ આપેલ. જે હેઠળ આ પહેલી પરિયોજના છે. જે અનુમાનથી ઓછા ખર્ચમાં સમયસીમાની અંદર પુરી થઇ છે.

મોરેશીયસના નવા ભવનમાં સુપ્રીમની તમામ શાખાઓ અને કાર્યાલયનો સમાવેશ થશે. ગત વર્ષે મોરેશિયસમાં મેટ્રો એકસપ્રેસ પરિયોજનાના ફેઝ-૧ અને નવી ઇએનટી હોસ્પિટલ પરિયોજનાનું પણ બને દેશના વડાપ્રધાને ઉદ્ઘાટન કરેલ.

(1:48 pm IST)