Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

દિલ્હી હાઇકોર્ટના જસ્ટીશ સિધ્ધાર્થ મૃદીલનું પ્રેરણાદાયી પગલુ : દિલ્હી બાર કાઉ. ને સવા લાખ વેલફેર ફંડમાં આપ્યા

રાજકોટ, તા. ૩૦ : દિલ્હી બાર કાઉન્સીલના મેમ્બર અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર વેદપ્રકાશ શર્માએ જણાવેલ છે કે રોગચાળા વચ્ચે જરૂરી વકીલોને આર્થિક સહાય આપવા માટે દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ સિધ્ધાર્થ મૃદીલે બાર કાઉન્સીલ ઓફ દિલ્હીના વેલફેર ફંડમાં સવા લાખ એડવોકેટ કલ્યાણ ભંડોળમાં ફાળો આપ્યો છે. દિલ્હીની અદાલતો અન્ય અદાલતની જેમ ૧૬ માર્ચથી મર્યાદીત ધોરણે કાર્યરત છે જેના કારણે વકીલો આર્થિક તંગીમાં મુકાયા છે. બાર કાઉન્સીલ ઇન્ડીયાના મેમ્બર વેદપ્રકાશે જણાવેલ છે કે શારીરીક અદાલતની કામગીરી બંધ થવાના કારણે થયેલ અભૂતપૂર્વ કટોકટીના કારણે વકીલોને જીવન જીવવાની ફરજ પડે છે તેવું દયનીય પરિસ્થિતિનો જસ્ટીસ સિધ્ધાર્થ મૃદીલે યોગ્ય પ્રતિસાદ આપ્યો છે.

વધુમાં જણાવેલ કે ન્યાયમૂર્તિ સિધ્ધાર્થ મૃદીલ દ્વારા આપવામાં આવેલુ આ ગૌરવપૂર્ણ યોગદાન બાર અને ન્યાયધીશોના તમામ વરિષ્ઠ સભ્યોને તેમના જીવનના સૌથી ખરાબ તબક્કામાં જરૂરીયાતમંદ વકીલો માટે તેમનું કાર્ય કરવા સમાન પ્રેરણા આપશે તેમ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દીલીપ પટેલે જણાવેલ છે.

(3:03 pm IST)