Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

સીમા કે સંસ્કૃતિ : સુરક્ષામાં કોઇ બાંધછોડ નહીં

રામમંદિર સુરક્ષા માટે ૯ IPS ઓફિસરોની ટીમ ૨૪*૭

રામમંદિર પર આતંકી હુમલાના પગલે સુરક્ષા માટે નેપાળ સીમાએ સુરક્ષા કરાઈ વધુ બુલંદ

અયોધ્યાઃજયારથી રામમંદિરના શિલાન્યાસની તારીખ નક્કી થઇ છે ત્યારથી દેશના જ નહિ સમગ્ર દુનિયાની નજર રામમંદિર નિર્માણ ઉપર છે. કહેવાય રહ્યું છે કે નિર્માણાધીન રામમંદિર વિશ્વનું ત્રીજા નંબરનું વિશાળ મંદિર થનાર છે.દેશ અને દુનિયાની સામે ભારત હવે સુરક્ષાની દ્રષ્ટિએ પણ પાછળ ફરીને જોવા માગતું નથી એવામાં ગઈ કાલે જ ૫ બળિયા ફાઈટર જેટ રાફેલની ભારતના વાયુદળમાં સમાવેશ કરવામાં આવ્યા છે ત્યારે ભારતની ઙ્ગદુનિયાના બાહુબલી દેશોમાં ગણનાં થવા લાગી છે. ભારત માટે સીમાની સુરક્ષા હોય કે સંસ્કૃતિની કોઈપણ કચાસ રાખવા નથી માગતું એવામાં રામમંદિરની સુરક્ષા બાબતે આતંકી હુમલાની માહિતીના પગલે રામમંદિરની સુરક્ષા માટે વધુ કડક સુરક્ષા કરી દેવામાં આવી છે. રાજયની સરકારે અયોધ્યામાં ૫ થી ૧૫ તારીખ સુધી હાઈ ઙ્ગએલર્ટ જાહેર કરી દેવામાં આવી છે. ના માત્ર અયોધ્યામાં આજ પરંતુ પાડોશી જિલ્લામાં પણ સુરક્ષા વધુ સક્રિય કરી દેવામાં આવી છે. ૯ IPS અધિકારીઓની ટીમને આ સુરક્ષની જવાબદારી સોંપવામાં આવી છે, આ ટીમ ઙ્ગપાડોસના ૯ જિલ્લા માં ઝીરો એરર સિદ્ઘાંત પર કામ કરશે. નેપાળની સીમારેખા ઉપર વધુ સુરક્ષાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

ઙ્ગ૫ ઓગસ્ટે ઙ્ગપ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આગમનના પગલે દેશની IB ઙ્ગસહિતની ઉચ્ચ સુરક્ષા એજન્સીઓની પ્રદેશમાં હિલચાલ વધી ગઈ છે. પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ- તોઈબા અને જૈશ -એ- મોહમ્મ્દના આતંકીઓ દ્વારા શ્રી રામમંદિર ભુમીપુજન પહેલા આતંકી હુમલાની ખાનગી માહિતી મળવાનાં ઙ્ગપગલે દેશની સુરક્ષા એજન્સીઓની નજર વધુ બાઝ બની ગઈ છે ૩૦૦ થી વધુ ખુફિયા એજન્સીઓએ તેમનું રડાર સક્રિય કરી દીધું છે, દરેક સ્તરની મોનીટ્રીંગ માટે સેટેલાઈટ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.  સેનાની ઇન્ટેલિજન્સ પાંખ પણ સક્રિય થઇ ગઈ છે સૂત્રોની માહિતી મુજબ અયોધ્યામાં ISIS ના ઈશારા ઉપર અફદ્યાન ટ્રેન્ડ ફિદાયીન મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે. રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે દેશની ખ્યાતનામ ૨૦૦ હસ્તીઓ પણ આ ઙ્ગવિધિમાં જોડાનાર છે ત્યારે અયોધ્યા જ નહિ પરંતુ આસપાસના જિલ્લાના બસ સ્ટેશન, રેલવે સ્ટેશનો ઉપર વધુ તેજ નજર કરી દેવામાં આવી છે. વારાણસી, મથુરા, મેરઠ, કાનપુર,પ્રયાગરાજ, ગોરખપુર, આગ્રા, લખનૌ, સહીત એક ડઝન શહેરોમાં વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી છે. (૨૨.૩૨)

રામભકતોને મોતીચુર અને બીકાનેરી લાડુથી મોઢુ મીઠુ કરાવાશેઃ ૧ લાખ લાડુના ઓર્ડર

રામમંદિર શિલાન્યાસ વખતે ભુમીપુજન બાદ બીકાનેરી લાડુ અને ઙ્ગમોતીચૂરના લાડુથી ઙ્ગરામભકતોનું મીઠું મોં કરવામાં આવશે.રામમંદિર ઙ્ગટ્રસ્ટ મંડળે તેમના વિદેશી રામભકતો માટે આ ખુશી શેર કરી છે, ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ દેશના દરેક દૂતાવાસ સાથે બીકાનેરી લાડુ વહેંચીને ખુશી વ્યકત કરવામાં આવશેે. રામમંદિર ટ્રસ્ટ મંડળના મુખ્ય ચંપત રાયે જણાવ્યું કે દેશના દરેક દૂતાવાસને બિકાનેરના લાડુનો પ્રસાદ વહેંચવામાં આવશે, ટ્રસ્ટ દ્વારા અંદાજે એકલાખ મોતીચુર લાડુના પેકેટનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. મોતીચૂરના લાડુ માટે દિલ્હી અને લખનૌના કંદોઈને લાડુના પ્રસાદ માટે ઓર્ડર આપવામાં આવ્યા છે. એક પેકેટમાં ૪ લાડુનો પ્રસાદ મુકવામાં આવશેમ અયોધ્યામાં પણ આ પ્રસાદ વહેંચવામાં આવશે. ભુમીપુજન બાદ જિલ્લાઅધિકારીની દેખરેખ ઙ્ગહેઠળ સાધુ સંતો સાથે આ પ્રસાદ વહેંચીને રામમંદિર શિલાન્યાસની ખુશી વ્યકત કરશે અને ભકતોનું મોં મીઠું કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા બંને પ્રકારના લાડું ઙ્ગમાટે ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. (૨૨.૩૨)

આ છે ૯ આઇપીએસ ઓફિસરોની ટીમ

DGP હિતેશચંદ્ર અવસ્થીએ ADG અભિયોજન આશુતોષ પાંડેને અમેઠી , ADG યાતાયાત અશોક કુમારસિંહ ને ગોડા, ADG. PSC રામ કુમારને ઙ્ગબહરાઇચ, IG ફાયર સર્વિસીઝ વિજય પ્રકાશને સુલતાનપુર, IG પિયુષ મોરડિયાને આંબેડકરનગર ,IG ઙ્ગબસ્તિ એ.કે. રાયને બસ્તિ, IG ભરતી બોર્ડ વિજય ભૂષણને બારાબંકી, DIG. PTS ચંદ્ર પ્રકાશ(બીજા)ને મહારાજગંજ અને DIG. પ્રસાશન આર.કે.ભારદ્વાજને સિદ્ઘાર્થનગર જિલ્લાની સુરક્ષા આમ ઙ્ગ૯ IPS ની ટીમને સુરક્ષાની જુદીજુદી જવાબદારી સોંપી દેવામાં આવી છે.

(3:56 pm IST)