Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

રાજકોટમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો :સાંજે 5:00 વાગ્યા સુધીમાં વધુ 22 કેસ :બપોરે 26 કેસ સહિત સાંજ સુધીમાં કુલ ૪૮ કેસ પોઝિટિવ : કુલ કેસની સંખ્યા 1120 થઇ:લોકોમાં ફફડાટ

રાજકોટમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ,સાંજે 5:00 વાગ્યા સુધીમાં વધુ 22 કેસ પોઝિટિવ નોંધાયા છે,બપોરે 26 કેસ સહિત સાંજ સુધીમાં કુલ ૪૮ કેસ પોઝિટિવનોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે શહેરમાં કુલ કેસની સંખ્યા 1120 થઇ છે

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૨૨ (બાવીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ ઉપરાંત અગાઉ ડેથ ઓડીટ કમિટી દ્વારા ૧૧ મૃત્યુ “કોવીડ મૃત્યુ” જાહેર કરેલ હતા. દરમ્યાન આજ રોજ બીજા ૪ મૃત્યુ કોવીડ મૃત્યુ જાહેર થતા કુલ કોરોનાને લીધે થયેલ મૃત્યુ ૧૫ છે.

રાજકોટ શહેરના કુલ કેસની સંખ્યા ૧૧૨૦ થઇ છે,જેમાંથી 605 દર્દીઓ સારવાર હેઠળ છે જયારે આજે વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે મૃત્યુઆંક 15 થયો છે

(6:52 pm IST)