Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

સંરક્ષણ સોદામાં ભ્રષ્ટાચારમાં જયા જેટલીને સજા ઉપર સ્ટે

સમતા પાર્ટીનાં પૂર્વ વડા સહિત અન્ય બેને પણ સજા : ૨૦૦૦-૦૧માં કથિત સંરક્ષણ સોદામાં ભ્રષ્ટાચાર મામલે દિલ્હીની એક કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી હતી

નવી દિલ્હી, તા. ૩૦ : દિલ્હીની એક કોર્ટે ૨૦૦૦-૦૧માં કથિત સંરક્ષણ સોદામાં ભ્રષ્ટાચાર મામલે સમતા પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ જયા જેટલી અને બે અન્ય લોકોને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. સ્પેશિયલ સીબીઆઈએ જજ વીરેન્દ્ર ભટ્ટે જયા જેટલી સાથે પૂર્વ પાર્ટી સહયોદી ગોપાલ પચેરવાલ, મેજર જનરલ એસ. પી. મુરગઈને પણ ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટની કાર્યવાહી બંધ બારણે થઈ હતી. ત્રણેય દોષોને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ત્રણેયને હાથથી ચાલતા થર્મલ ઈમેજર્સની કથિત ખરીદી મામલે ભ્રષ્ટાચાર અને ગુનાહિત ષડયંત્ર ઘડવા મામલે દોષિ જાહેર કરવામાં આવ્યા છે.

જયા જેટલીએ આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. હાઈકોર્ટે ગુરુવારે બપોરે નીચલી અદાલતના આદેશને હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે.

જયા સહિત ત્રણ આરોપીઓને હેન્ડ હેલ્ડ થર્મલ ઈમેજર્સની ખરીદીમાં ભ્રષ્ટાચાર અને ષડયંત્ર રચવાના કેસમાં દોષી માનવામાં આવ્યા હતા. બુધવારે આરોપીઓના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે તેમના અસિલો મોટી ઉંમરના હોવાથી ઓછામાં ઓછી સજા કરવામાં આવે. ઝ્રમ્ૈંએ સાત વર્ષની સજાની માંગ કરી હતી. કેસમાં ૨૦૦૬માં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જયા જેટલી સમતા પાર્ટીની અધ્યક્ષ રહી ચૂક્યાં છે. તેને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોર્જ ફર્નાંડિઝના નજીક માનવમાં આવે છે. કેસ સામે આવ્યા પછી જ્યોર્જે અટલ બિહારી વાજપેયી સરકારમાં સંરક્ષણ મંત્રીના પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું.

(9:52 pm IST)