Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

પૂજા કરવાના નવા સ્થળોની કોઈ જ જરૂર નથી : કાર્તિ ચિદમ્બરમ

કોંગ્રેસ સાંસદનો રામમંદિરનો વિરોધ

નવી દિલ્હી, તા. ૩૦ : ઓગસ્ટે અયોધ્યામાં નવા રામ મંદિરનુ નિર્માણ શરુ થઈ જશે. પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે રામ મંદિરનો વિરોધ કર્યો છે.

કાર્તિ ચિદમ્બરમે સોશ્યલ મીડિયા પર કહ્યું હતું કે, ભારતમાં હવે નવા પૂજા સ્થળની જરુર નથી. કાર્તિએ સવાલ ઉઠાવ્યો છે કે, રામ મંદિરના ભૂમિપૂજન માટેનુ મુહૂર્ત પણ કાઢવામાં આવ્યું છે. શું તેની પાછળ કોઈ જ્યોતિષિય કારણ છે, માટે સમયની પસંદગી કરવાનો નિર્ણય આશ્ચર્યજનક છે.બુધવારે ૧૨ વાગ્યા થી દોઢ વાગ્યા સુધીનો સમય રાહુકાળ છે. દરમિયાન કોઈ શુભ કાર્ય શરુ થઈ શકે નહી.જોકે હું મારી વાત પર કાયમ છું કે, દેશને નવા પૂજા સ્થળની જરુર નથી. કાર્તિએ પોતાના જુના ટ્વિટને ફરી દોહરાવીને કહ્યુ હતુ કે, મારુ દ્રઢ પણે માનવુ છે કે, ભારતને કોઈ પણ જાતના નવા મંદિર, ચર્ચ, મસ્જિદ, ગુરુદ્વારાની જરુરિયાત નથી.આપણી પાસે આવા સ્થળો પૂરતા છે.

(9:56 pm IST)