Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ઓસીમાં નાગરિકતા પ્રાપ્ત કરવામાં ભારતીય આગળ

૩૮૦૦૦ ભારતીયોએ નાગરિકતા મેળવી

મેલબોર્ન, તા. ૩૦ : ઓસ્ટ્રેલિયન સરકારે કોવિડ-૧૯ મહામારીને જોતાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન નાગરિકતા આપવા માટે ઓનલાઈન સમારોહ આયોજીત કર્યો હતો,,જેમાં  ૩૮૦૦૦ ભારતીયોએ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા હાંસલ કરી છે, આમ ભારતીયોની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો થયો છે. સંખ્યા ગત વર્ષે ભારતીયોને મળેલી ઓસ્ટ્રેલિયાઈ નાગરિકતાથી ૬૦ ટકા વધુ છે અને ઓસ્ટ્રેલિયામાં અન્ય કોઈ દેશના લોકોને મળેલી નાગરિકતાથી સૌથી વધુ સંખ્યા છે. વર્ષ ૨૦૧૯-૨૦માં જે બે લાખ લોકોથી વધુ લોકોને  ઓસ્ટ્રેલિયાની નાગરિકતા અપાઈ, એમાંથી ૩૮૨૦૯ ભારતીય છે. સિવાય ૨૫૦૧૧ બ્રિટિશ, ૧૪૭૬૪ ચીની અને ૮૮૨૧ પાકિસ્તાની લોકોને ઓસ્ટ્રેલિયાની નાગરિકતા આપવામાં આવી છે.

(10:00 pm IST)