Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ભૂખ’ની બલિહારી પણ આ ખુદ્દારીને સો સલામ : વિકલાંગ વ્હીલચેર પર બેસી કરી રહ્યો છે ફૂડ ડિલિવરી

હાથ-પગ કરતા મનોબળમાં વધારે તાકાત ધરાવતા આ વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ : વિકલાંગ દરેક વ્યક્તિ માટે પ્રેરણા બન્યો

નવી દિલ્લી તા. 29 : ઝોમેટોના એક ડિલિવરી બોયનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયોછે. આ વીડિયોમાં જોવા મળતો શખ્સ વિકલાંગ હોવા છતાં પણ પોતાનો ઉત્સાહ ગુમાવ્યો નથી અને તે વ્હીલચેરમાં બેસીને ઘરે-ઘરે ભોજન પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. જેમણે એક સમયે આ વ્યક્તિને દયાની નજરે જોતા હતા, આજે તે પોતાના પગ પર ઉભો છે અને પોતાની જવાબદારી નિભાવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, તે વ્યક્તિ દરેક વ્યક્તિ માટે પ્રેરણા બની ગયો જેણે તેની શારીરિક વિકલાંગતાને તેના માર્ગમાં ઉભી ન થવા દીધી.

ઇન્સ્ટાગ્રામના groming_bulls_ એકાઉન્ટ પર શેર કરેલ એક વિડિયોમાં, એક વ્યક્તિ વ્હીલચેરમાં Zomato તરફથી ફૂડ ઓર્ડર પહોંચાડતો જોવા મળ્યો હતો. આ વીડિયોએ જ્યાં લાખો લોકોને મુશ્કેલીમાં હાર ન માનવાની હિંમત આપી છે, ત્યારે તે વ્યક્તિ ઘણા લોકો માટે પ્રેરણારૂપ પણ બની છે. સ્વાભાવિક છે કે, તે આવી સ્થિતિમાં કોઈ મજબૂરી વગર કામ નહીં કરે.

(9:28 pm IST)