Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ટ્રસ્ટની આડમાં ૧૨ સગીર છોકરીઓની માનવ તસ્કરી: કેરળના ખ્રિસ્તી પાદરી સહિત ત્રણની કોઝિકોડમાં રેલવે પોલીસ દ્વારા ધરપકડ: ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ દ્વારા છોકરીઓને કેરળ લાવી રહ્યો હતો

કેરળ પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશની ૧૨ છોકરીઓની તસ્કરીના સંબંધમાં  પાદરી રેવ. જેકબ વર્ગીસ (૫૫) અને બે એજન્ટ સહિત ત્રણની ધરપકડ કરી છે. તે પેરુમ્બાવૂર (એર્નાકુલમ) ખાતે કરુણા ભવન ચેરીટેબલ ટ્રસ્ટના ડિરેક્ટર અને પેન્ટેકોસ્ટલ ચર્ચનો પાદરી છે. ટ્રેનમાં ચેકિંગ દરમિયાન સગીર છોકરીઓ સાથે છ પુખ્ત વયના લોકો પણ હતા. રેલવે સ્ટેશન પર શંકા જતાં સહ-પ્રવાસીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

(9:33 pm IST)