Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

જાપાન, અમેરિકા અને દક્ષિણ કોરિયામાં કોરોના જબરજસ્‍ત આતંક ફેલાવી રહ્યો છે : ભારતમાં સતત ૨૦ હજાર ઉપર કેસો

છેલ્લા ૨૪ કલાકમાં જાપાનમાં ૨.૩૦ લાખ, અમેરિકામાં ૧.૫૦ લાખ, દક્ષિણ કોરિયામાં ૮૫ હજાર, ઈટલીમાં ૫૪ હજાર, ફ્રાન્‍સમાં ૪૫ હજાર, ઓસ્‍ટ્રેલિયામાં ૪૫ હજાર, બ્રાઝિલમાં ૪૨ હજાર, તાઈવાન ૨૩ હજાર, અને ભારતમાં ૨૦૪૦૮ નવા કોરોના કેસ નોંધાયા છે. જ્‍યારે અમેરિકાના એકલા કેલિફોર્નિયામાં ૫૬ હજારથી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦,૪૦૮ નવા કેસો સાથે ૪૪ ના મોત થયા છે અને ૨૦,૯૫૮ સાજા પણ થયા છે. યુનાઇટેડ આરબ અમીરાતમાં ૧૨૧૬, ચીનમાં ૩૧૯ અને સાઉદીમાં ૨૪૮ નવા કોરોના કેસ નોંધાણા, જ્‍યારે હોંગકોંગ માં ૪,૮૦૦ થી વધુ કોરોના કેસ છે. (ન્‍યૂઝફર્સ્‍ટ)

 

(11:48 am IST)