Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

જ્યાં સુધી પ્રામાણિક વકીલો ન મળે ત્યાં સુધી પ્રામાણિક ન્યાયાધીશોની અપેક્ષા રાખી શકાય નહીં : 'ધ પ્રોમિસિંગ લોયર ઑફ ધ યર એવોર્ડ' વિતરણ સમારંભમાં વરિષ્ઠ એડવોકેટ શ્રી ગોપાલ સુબ્રમણ્યમનું મનનીય ઉદબોધન

ઓરિસ્સા : ઓરિસ્સા હાઈકોર્ટના 75મા સ્થાપના દિવસ નિમિત્તે, મુખ્ય ન્યાયાધીશ ડૉ. એસ મુરલીધરના નેતૃત્વ હેઠળ ઓરિસ્સા હાઈકોર્ટે જિલ્લા અદાલતોના 22 યુવા વકીલોને 'ધ પ્રોમિસિંગ લોયર ઑફ ધ યર એવોર્ડ' અર્પણ કરવામાં આવ્યા.

હાઈકોર્ટના તમામ ન્યાયાધીશો અને ઓડિશા રાજ્યના એડવોકેટ જનરલ શ્રી અશોક પારિજા સહિત ઘણા મહાનુભાવો કાર્યક્રમમાં જોડાયા હતા.આ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને જાણીતા વરિષ્ઠ વકીલ શ્રી ગોપાલ સુબ્રમણ્યમે મનનીય ઉદબોધન કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી પ્રામાણિક વકીલો ન મળે ત્યાં સુધી પ્રામાણિક ન્યાયાધીશોની અપેક્ષા રાખી શકાય નહીં

શ્રી ગોપાલ સુબ્રમણ્યમના વક્તવ્યની પ્રશંસા કરતાં, CJ એ કહ્યું, “મને ખૂબ આનંદ થાય છે કે તમને એક એવા વ્યક્તિનું આવું વિદ્વતાપૂર્ણ ભાષણ સાંભળવા મળ્યું જે ફક્ત જીવનના સર્વોચ્ચ મૂલ્યો સાથે જ નહીં પરંતુ સર્વોચ્ચ કાનૂની નૈતિક સિદ્ધાંતો સાથે પણ ઊભેલા છે.

તેમણે ઉમેર્યું હતું કે ગોપાલ મારી પેઢી અને ત્યારપછીની પેઢીના ઘણા વકીલો માટે રોલ-મોડલ રહ્યા છે. ખૂબ જ નાની ઉંમરે, તેમણે કાનૂની ક્ષેત્રે એક મોટી છાપ ઉભી કરી છે.અને સૌથી વધુ માંગવામાં આવતા વકીલોમાં એક હતા જ્યારે તેઓ માત્ર 35 વર્ષના હતા, તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે

(8:31 pm IST)