Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ધર્મ અને વિચારધારાના નામ પર કેટલાક લોકો દેશમાં કડવાશ અને સંઘર્ષ પેદા કરવા કરે છે પ્રયાસ :એનએસએ અજિત ડોભાલ

ડોભાલે દિલ્હીમાં અખિલ ભારતીય સૂફી સજ્જાદનશીન પરિષદ આયોજિત કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી:કાર્યક્રમમાં ધાર્મિક પ્રમુખોએ ચર્ચા કરી અને શાંતિ અને એકતા માટે એક પ્રસ્તાવ પસાર કર્યો.

નવી દિલ્હી :દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે દેશની શાંતિ સાથે છેડછાડ કરી રહેલા અસામાજિક તત્વોને લઇને આજે શનિવારના મોટું નિવદેન આપ્યું છે. તેમમે ધર્ણ અને વિચારધારાના નામ પર સદ્ભાવ બગાડવા અને અશાંતિ ફેલાવવાના ષડયંત્ર રચનારાઓને સતર્ક રહેવાની ચેતવણી પણ આવી છે. ડોભાલે દિલ્હીમાં અખિલ ભારતીય સૂફી સજ્જાદનશીન પરિષદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. આ કાર્યક્રમમાં ધાર્મિક પ્રમુખોએ ચર્ચા કરી અને શાંતિ અને એકતા માટે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો

ડોભાલે કહ્યું કે, કેટલાક તત્વો એવો માહોલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે ભારતની પ્રગતિમાં બાધા બની શકે છે. તે ધર્મ અને વિચારધારાના નામ પર કડવાશ અને સંઘર્ષ પેદા કરી રહ્યા છે અને તેઓ આખા દેશને પ્રભાવિત કરી રહ્યા છે અને દેશની બહાર પણ ફેલાવી રહ્યા છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ચેતવણી હવે સસ્પેન્ડ ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ટીવી પર પયગંબર મુહમ્મદ પર ટિપ્પણી કર્યાના બે મહિના બાદ આવી છે. નૂપુર શર્માના નિવેદનની ગલ્ફ દેશોએ ટિકા કરી હતી. ત્યારબાદ ભારતે આશ્વાસન આપ્યું કે તેઓ આ પ્રકારની ટિપ્પણીઓને સહન કરશે નહીં.

ડોભાલની હાજરીમાં મોલવી હઝરત સૈયદ નસરૂદ્દીન ચિશ્તીએ કહ્યું કે, જ્યારે કોઈ ઘટના બને છે તો તે નિંદા કરે છે પરંતુ તે કંઈક કરવાનો સમય હતો. કટ્ટરપંથી સંગઠનનો પર લગામ લગાવવા અને તેમના પર પ્રતિબંધ લગાવવાની જરૂરિયાત છે. ભલે પછી કે કોઈપણ કટ્ટરપંથી સંગઠન હોય, તેમની સામે પુરાવા હોવા પર તેમના પર પ્રતિબંધ લગાવવો જોઇએ. તેમણે કહ્યું કે, જો પીએફઆઇ સામે પુરાવા છે તો તેના પર પ્રતિબંધ લગાવવો જોઇએ. મોલવીની ટિપ્પણી 2047 સુધી ભારતમાં ઇસ્લામી શાસન સ્થાપિત કરવાના ષડયંત્રમાં પીએફઆઇની ભૂમિકા મળ્યાના થોડા અઠવાડીયા બાદ આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ પોસ્ટ કરવા પર રાજસ્થાનના ઉદેપુરમાં એક હિન્દુ દરજીની બે મસ્લિમ યુવાનોએ કેમેરા સામે હત્યા કરી દીધી હતી. આ ઘટનાના કારણે દેશના કેટલાક ભાગમાં અથડામણ પણ જોવા મળી હતી. આવી જ ઘટના મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં પણ જોવા મળી હતી.

(10:28 pm IST)