Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

પોતે લગ્ન કરી લીધાઃ પ્રેમિકાના લગ્ન નક્કી થયાં તો થનારા પતિને મોકલી લીધો દુષ્‍કર્મનો વીડિયો

યુવતીને ફસાવી લગ્નની લાલચ આપીઃ ઘરે બોલાવી દુષ્‍કર્મ કર્યુ અને વીડિયો બનાવ્‍યોઃ બાદમાં અન્‍ય યુવતી સાથે લગ્ન કરી લીધા

ભોપાલ, તા.૩૦: પ્રેમ પ્રકરણમાં દ્યણીવાર સંબંધોનો અંત આણીને બંને વ્‍યક્‍તિ પોતાના નવા જીવન તરફ આગળ વધી જાય છે. પરંતુ મધ્‍ય પ્રદેશના ગ્‍લાલિયરમાંથી સામે આવેલા એક કેસે પ્રેમ સંબંધની મર્યાદાઓ તોડી નાંખી છે. આ કેસમાં પ્રેમીએ પ્રેમિકાને દગો આપી બીજે લગ્ન કરી લીધા પરંતુ જયારે ભૂતપૂર્વ પ્રેમિકાના લગ્ન નક્કી થયાં તો પ્રેમીએ એના થનારા પતિને દુષ્‍કર્મનો જૂનો વીડિયો મોકલી દીધો. જેના લીધે યુવતીના લગ્ન તૂટવા આવ્‍યા છે.
આ કેસમાં યુવતીએ ભૂતપૂર્વ પ્રેમી વિરુદ્ધ દુષ્‍કર્મનો કેસ નોંધાવ્‍યો છે. યુવતીએ આરોપ લગાવ્‍યા છે કે એના પ્રેમીએ એની જાણ બહાર બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા અને જયારે એના લગ્ન નક્કી થયા તો એના થનારા પતિને દુષ્‍કર્મનો વીડિયો મોકલ્‍યો હતો.
ગ્‍લાલિયરની ૨૦ વર્ષની યુવતીએ પોલીસને જણાવ્‍યું કે એ ૨૦૧૯માં એક કોચિંગ ક્‍લાસમાં અભ્‍યાસ કરવા જતી હતી. ત્‍યારે એની મિત્રતા એક છોકરા સાથે થઇ હતી. બંને એક જ સમાજના હોવાથી બંનેની મિત્રતા વધી હતી. આ દરમિયાન યુવકે એને બહાનાથી ઘરે બોલાવી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી દુષ્‍કર્મ કર્યું હતું. જેનો એણે વીડિયો પણ બનાવ્‍યો હતો.
આ ઘટના પછી પ્રેમીએ એની પ્રેમિકાને દગો આપી અન્‍ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જોકે પ્રેમીના લગ્ન પર પ્રેમીકા ચુપ રહી હતી અને એની સામે કોઇ એક્‍શન લીધી નહીં. સમય જતાં એ યુવતીના પણ લગ્ન બીજે નક્કી થયાં પરંતુ ભૂતપૂર્વ પ્રેમીથી સહન ના થયું અને એના થનારા પતિને દુષ્‍કર્મનો વીડિયો મોકલી દીધો હતો. આ કારણે યુવતીના લગ્ન તૂટવાના આરે આવી ગયા છે.
આ મામલે પોલીસે પીડિતાની ફરિયાદ નોંધીને ભૂતપૂર્વ પ્રેમી સામે તપાસ શરૂ કરી છે.

 

(10:27 am IST)