Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

સંભાજી બીડીનું નામ બદલાયું : સંભાજી બીડી નામને બદલે હવે સાબળે બીડીના નામથી થશે વેચાણ

પૂણે,તા. ૩૦: પૂનાની સાબળે વાઘીરે એન્ડ કં.પ્રા.લિ.એ તેમના ઉત્પાદન સંભાજી બીડીનું નામ હવે બદલીને સાબળે બીડી એવું કરેલ છે. ૧ ઓકટોબર ૨૦૨૧થી કંપની તરફથી સાબળે બીડીના નામથી વેચાણ કરવામાં આવશે. બીડીના લેબલના રંગ, ડિઝાઇન, તમાકુ, બનાવટ તથા ટેસ્ટ (સ્વાદ)માં કોઈ જ ફરક પડશે નહીં તેવું કંપની તરફથી જાહેર કરવામાં આવ્યું છે તેમ કંપનીના મેનેજિંગ ડાયરેકટરે જણાવ્યું છે. 

(10:24 am IST)