Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

એસવીપી ગ્લોબલ વેન્ચર્સ ટેકિનકલ ટેકસટાઈલ્સમાં પ્રવેશશે : રૂ. ૧૦૦ કરોડના રોકાણની યોજના

કંપની રાજસ્થાનના ઝાલાવાડ ખાતે વાર્ષિક ૪,૩૭૫ એમટીની ક્ષમતાનો ગ્રીન-ફિલ્ડ એકમ ઊભો કરી રહી છે

મુંબઇ,તા.૩૦: ફુલ્લી ઈન્ટિગ્રેટેડ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ટેકસટાઈલ ઉત્પાદક બનવાના દ્રષ્ટિકોણ સાથે ભારતની સૌથી મોટી કોમ્પેકટ કોટન યાર્ન ઉત્પાદક એસવીપી ગ્લોબલ વેન્ચર્સ લિમિટેડ ટેકિનકલ ટેકસટાઈલ્સમાં પ્રવેશ કરી રહી છે. કંપની રાજસ્થાનના ઝાલાવાડ ખાતે ટેકિનકલ ટેકસટાઈલ્સ માટે વાર્ષિક ૪,૩૭૫ એમટીની ક્ષમતા સાથેનો ગ્રીન-ફિલ્ડ એકમ ઊભો કરવા લગભગ રૂ. ૧૦૦ કરોડનું રોકાણ કરી રહી છે. કંપની પ્રોટેકિટવ યુનિફોર્મ્સ, ફંકશનલ ગાર્મેન્ટ્સ, મેડિકલ ટેકસટાઈલ, મોબી ટેક, હોમ ટેક, વસ્ત્રોમાં સ્પોર્ટ્સ, મેડિકલ તથા કોસ્મેટિક ઉપયોગ માટે ગંધરોધક અને એન્ટીબેકટેરિયલ નીટેડ ફેબ્રિકના ઉત્પાદનની અને અન્ય પ્રોડકટ્સમાં ધીરેધીરે વિસ્તરણની યોજના ધરાવે છે. કંપની ૧૨થી ૧૫ મહિનામાં કોમર્શિયલ પ્રોડકશન શરૂ કરવાની યોજના ધરાવે છે

૮ સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે ૧૦ ટેકિનકલ ટેકસટાઈલ્સ ઉત્પાદનો સહિત શ્રમ-આધારિત ટેકસટાઈલ્સ સેકટરમાં ખાનગી રોકાણ આકર્ષવા માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી હતી. ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજના હેઠળ સરકાર માનવસર્જિત ફાઈબર્સને આશરે રૂ. ૭,૦૦૦ કરોડ અને ટેકિનકલ ટેકસટાઈલ્સને આશરે રૂ. ૪,૦૦૦ કરોડના પ્રોત્સાહનો આપશે. આ ક્ષેત્રમાં હાલના તેમજ પ્રસ્તાવિત રોકાણોને પાંચ વર્ષ માટે વાર્ષિક વધતી આવકના ૩ ટકાથી ૧૧ ટકા સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે. ઉદ્યોગોમાં અસાધારણ ઉછાળો આવે તેવી અપેક્ષા છે અને આગામી ૩-૫ વર્ષમાં ૫ અબજ ડોલરના કદ સુધી પહોંચી શકે છે.

એસવીપી ગ્લોબલના એસએમ, વીએસએમ (નિવૃત્ત્।) સીઇઓ મેજર જનરલ ઓપી ગુલિયાએ જણાવ્યું હતું કે,'ટેકિનકલ ટેકસટાઇલ માટે સૂચિત ગ્રીન-ફીલ્ડ એકમ માટે આશરે રૂ. ૧૦૦ કરોડનો મૂડી ખર્ચ થશેઅને તે આંતરિક ભંડોળમાંથી ભંડોળ પૂરો પાડવામાં આવશે.

(10:25 am IST)