Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

હાશ.... ‘શાહીન'નો ખતરો ટળ્‍યો પણ તોફાની વરસાદ ખાબકશે

સાંજે ૪ વાગ્‍યાની આસપાસ કચ્‍છના દરિયા કિનારામાં વાવાઝોડુ બનશે, જે પાકિસ્‍તાન તરફ ફંટાઈ જશે : આજે કચ્‍છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્‍દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડશે : દરિયાઈપટ્ટીના વિસ્‍તારોમાં ૧૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, ત્રણ નંબરનું સિગ્નલઃ દરિયાઈપટ્ટીના વિસ્‍તારોમાં એલર્ટ જાહેરઃ NDRFની ૨૦ ટીમો તૈનાત

અમદાવાદઃ પヘમિ બંગાળથી ગુલાબ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈને ગુજરાત પહોંચ્‍યા બાદ તે એક નવા વાવાઝોડામાં પરિવર્તિત થશે. એટલે કે અરબી સમુદ્રમાં પહોંચ્‍યા બાદ આ ડિપ્રેશન શાહીન વાવાઝોડામાં પરિવર્તિત થશે. જેના લીધે ગુજરાત પર કોઈ ખતરો ના હોવાનું સ્‍થાનિક હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું છે જોકે, આ વાવાઝોડાના લીધે ગુજરાતની દરિયાઈ પટ્ટી પર તોફાની પવન સાથે વરસાદ થવાની આગાહી છે. આ સાથે કચ્‍છમાં પણ વાવાઝોડાની અસર દેખાશે. માછીમારોને દરિયોના ખેડવાની સૂચના આપીને ૩ નંબરનું સિગ્નલ આપવામાં આવ્‍યું હતું, જ્‍યારે વિવિધ પોર્ટને સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે.
આજે રાજ્‍યના જામનગર, દ્વારકા, મોરબી, રાજકોટ, કચ્‍છ, સુરેન્‍દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદારા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી  છે. વાવાઝોડાના સંકટને ધ્‍યાનમાં રાખીને NDRFની ૨૦ જેટલી ટીમો તૈનાત થઈ ગઈ છે અને આ સિવાય કેટલીક ટીમોને સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી છે. મહત્‍વનું છે કે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું હતું તેને ધ્‍યાનમાં રાખીને ઘણાં જિલ્લા કક્ષાના વહીવટી તંત્રોને એલર્ટ કરી દેવામાં આવ્‍યા હતા. ગઈકાલે રાજ્‍યમાં ૨૪ કલાકમાં ૯૬ તાલુકાઓમાં ૧થી ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે.
ગુજરાતથી અરબી સમુદ્ર તરફ આગળ વધી રહેલું ડિપ્રેશન આજે સાંજે ચાર વાગ્‍યાની આસપાસ કચ્‍છના દરિયા કિનારામાં શાહીન વાવાઝોડામાં પરિવર્તિત થશે પરંતુ તે ઉત્તર-પヘમિ અરબી સમુદ્ર તરફ આગળ વધશે. શાહીન વાવાઝોડું આજે સમય જતા પાકિસ્‍તાન થઈને UAE તરફ આગળ વધશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ તરફ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે પરંતુ વાવાઝોડાના લીધે કોઈ આફત આવવાનો ખતરો રાજ્‍ય પરથી ટળ્‍યો છે.
આજે કચ્‍છ, દેવભૂમિ દ્વારાક, જામનગર, મોરબી, સુરેન્‍દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. જ્‍યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, આણંદ, ભરુચ અને સુરતમાં હળવો વરસાદ રહેશે.
આજે રાજ્‍યના દરિયાઈ પટ્ટી વિસ્‍તારમાં ભારે વરસાદની સાથે ૧૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે કચ્‍છ સહિતના દરિયા કિનારા વિસ્‍તારોમાં દરિયામાં કરંટ જોવા મળશે.

 

(10:52 am IST)