Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

પાકિસ્‍તાનમાં SCO સમિટમાં ભાગ લેશે ભારતઃ આતંક વિરોધી કવાયતમાં જોડાવા ટીમ મોકલશે

૩ ઓકટોબરથી યોજાશે કવાયત

નવી દિલ્‍હી, તા.૩૦: ભારત આવતા અઠવાડિયે પાકિસ્‍તાનમાં સાંદ્યાઈ સહયોગ સંગઠનમાં ભાગ લેવા માટે ૩ સભ્‍યોની ટીમ મોકલશે.
પાકિસ્‍તાનના નૌશેરા જિલ્લામાં પબ્‍બીમાં ૩ ઓક્‍ટોબરથી એસસીઓ રીઝનલ એન્‍ટી ટેરેરિઝમ સ્‍ટ્રક્‍ચરની આગેવાનીમાં આતંકવાદ વિરોધી એક્‍સરસાઈઝ આયોજિત કરવામાં આવી રહી છે. તેનો હેતુ છે કે  SCO સભ્‍યોના દેશોની વચ્‍ચે આતંકવાદની વિરુદ્ધ સહયોગ વધશે. સરકારનું માનવું છે કે આ અક્‍સરસાઈઝમાં તેમની ભાગીદારીથી પાકિસ્‍તાનની વિરુદ્ધ  આતંકને પોષિત કરવાનો દાવો કમજોર નહીં હોય. આ અક્‍સરસાઈઝમાં ભારતની હાજરીને સુરક્ષા સાથે સંબંધિત મુદ્દો, વિશેષ રુપથી અફદ્યાનિસ્‍તાનમાં મઘ્‍ય એશિયા કેન્‍દ્રિત વિસ્‍તારોની ભૂમિકાનું મહત્‍વના સંકેતના રુપમાં જોવામાં આવશે. રશિયા, ભારત, ચીન, પાકિસ્‍તાન અને મધ્‍ય એશિયાઈ દેશો પૂર્ણ સભ્‍યોની સાથે ઈરાનના પણ SCOમાં આવવાથી એસસીઓના અફધાનિસ્‍તાનમાં સ્‍થિતિના રાજનીતિક અને રાજનયિક સમાધાનના પ્રયાસોમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવવાની શક્‍યતા છે.
અંગ્રેજી અખબાર અનુસાર તાશકંદમાં RATSના બેઠક બાદ આ વર્ષે માર્ચમાં આ અક્‍સરસાઈઝનું એલાન થયુ. તેમાં શામિલ થવા માટે પોતાની ભાગીદારીની પુષ્ટિ કરનારા ભારત અંતિમ દેશ હતો. SCO પ્રોટોકોલ હેઠળ પાકિસ્‍તાનને ભારત સહિત તમામ સભ્‍યો દેશોને આ અભ્‍યાસ માટે આમંત્રણ કર્યુ હતુ. આ અક્‍સરસાઈઝમાં સૈનિક સામેલ નથી અને તેમનો હેતુ આતંકવાદી ગતિવિધિઓને ફંડિંગ પહોંચાડનારા ચેનલોની ઓળખ કરવી અને તેને રોકવાનો છે. આ એક્‍સસાઈઝમાં ભારતના પ્રતિનિધિત્‍વ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયના અધિકારીઓ દ્વારા કરવાની શક્‍યતા છે.
SCO અક્‍સરસાઈઝ એવા સમયે થશે જયારે આ વર્ષે ફેબ્રુઆરીમાં બન્ને પક્ષોની વચ્‍ચે યુદ્ધ વિરામ સમજૂતિ પર પહોંચવા છતાં ભારત- પાકિસ્‍તાન સંબંધ ખરાબમાંથી સારા થઈ રહ્યા છે. ભારતીય સેનાના પાકિસ્‍તાની કમાન્‍ડરો પર ગત મહિને જમ્‍મુ કાશ્‍મીરમાં દ્યૂસણખોરીનો આરોપ લાગ્‍યો છે અને આ અઠવાડિયાની શરુઆતમાં સેનાને નિયંત્રણ રેખાના ઉરી સેક્‍ટરમાં એક અથડામણ બાદ એક પાકિસ્‍તાની આતંકવાદીની ધરપકડ કરી હતી.

 

(10:59 am IST)