Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ટ્યૂનીશિયામાં પ્રથમ વખત મહિલા વડાપ્રધાન બન્યા:રાષ્ટ્રપતિના નિર્ણયથી તમામ ચોંકી ઉઠ્યા

જાણીતી એન્જિનિયરિંગ સ્કૂલના પ્રોફેસર નજલા બૌદેંત રમજાનેને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે રાષ્ટ્રપતિએ નામિત કર્યા

નવી દિલ્હી :  ટ્યૂનીશિયાના રાષ્ટ્રપતિ કૈસ સઇદે એક જાણીતી એન્જિનિયરિંગ સ્કૂલના પ્રોફેસર નજલા બૌદેંત રમજાનેને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે નામિત કર્યા છે. રાષ્ટ્રપતિએ તેમના પૂર્વ અધિકારીને સસ્પેન્ડ કર્યા બાદ એક વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે તેમણે આ પદ પર નિયુક્ત કર્યા છે.

રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં કહ્યુ કે સઇદે નવા વડાપ્રાધનને જલ્દી પોતાના મંત્રી મંડળની રચના કરવાના આદેશ આપ્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા 25 જુલાઇએ સંસદ ભંગ કરવા અને કાર્યકારી શક્તિઓ પોતાના હાથમાં લઇ લીધા બાદ દેશમાં વડાપ્રધાનનું પદ ખાલી છે, તેમના આ પગલાએ સંસદમાં વર્ચસ્વ ધરાવતી ઇસ્લામવાદી પાર્ટીને નજરઅંદાજ કરી દીધી છે. બીજી તરફ ટિકાકારોએ આ પગલાને તખ્તાપલટ ગણાવતા તેની ટિકા કરી છે.

 

ટિકાકારોનું કહેવુ છે કે તે ટ્યૂનીશિયામાં લોકશાહીને ખતરો ઉભો કરે છે. બીજી તરફ રાષ્ટ્રપતિએ કહ્યુ છે કે દેશને આર્થિક અને સામાજિક સંકટથી બચાવવા માટે આ જરૂરી પગલુ હતુ. રાષ્ટ્રપતિ કૈસ સઇદના કાર્યાલયે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તે રમજાનેને મળતા જોવા મળી રહ્યા છે, તેમણે વારંવાર એક મહિલાના ઐતિહાસિક નામાંકન પર ભાર આપ્યુ, આ સાથે જ સઇદે તેને ટ્યૂનીશિયા અને ટ્યૂનીશિયાઇ મહિલાઓનું સમ્માન ગણાવ્યુ છે.

સઇદે કહ્યુ કે નવી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય કેટલીક સરકારી સંસ્થાઓમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને અરાજકતાને સમાપ્ત કરવી પડશે, તેમણે કહ્યુ કે નવી સરકારે સ્વાસ્થ્ય, પરિવહન અને શિક્ષણ સહિત તમામ ક્ષેત્રમાં ટ્યૂનીશિયાઇ લોકોની માંગો અને સમ્માનને પૂર્ણ કરવી જોઇએ. વર્ષ 2011ના વિદ્રોહ બાદથી રમજાને ટ્યનીશિયાના 10માં વડાપ્રધાન હશે. 10 વર્ષ પહેલા લોકોએ લાંબા સમય સુધી શાસન કરનારા તાનાશાહ જીન અલ અબિદિન બેન અલીની સરકારને ઉખાડી ફેકી હતી, જે બાદ અરબ સ્પ્રિંગ વિદ્રોહનો જન્મ થયો હતો.

(10:59 am IST)