Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

કલકત્તા હાઇકોર્ટે ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના મોતની તપાસની માંગ કરતી અરજી ફગાવી : મૃત્યુના 70 વર્ષ પછીની તપાસ માટેની કવાયત નિરર્થક બની રહેશે

કોલકત્તા : કલકત્તા હાઇકોર્ટે ભારતીય જનસંઘના સ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના મોતની તપાસ રિટાયર્ડ ચીફ જસ્ટિસ દ્વારા કરાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. નામદાર કોર્ટે જણાવ્યું હતું કે, ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના મૃત્યુના 70 વર્ષ પછી અરજી દાખલ કરવામાં આવી હોવાથી અરજી પર વિચારણા કરી શકાતી નથી અને તેની તપાસ નિરર્થકતાની કવાયત હશે.

ડો.શ્યામા પ્રસાદ મુખર્જીનું મૃત્યુ 1953 ની સાલમાં કાશ્મીરમાં પોલીસ કસ્ટડીમાં થયું હતું. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ અને ન્યાયમૂર્તિ રાજર્ષી ભારદ્વાજની ખંડપીઠે જણાવ્યું હતું કે, ડો. મુખર્જીના મૃત્યુના 70 વર્ષ પછી અરજી દાખલ કરવામાં આવી હોવાથી અરજી પર વિચારણા કરી શકાતી નથી અને ન તો તે સંબંધિત કોઈ રેકોર્ડ અથવા ન તો કોઈ વ્યક્તિ કે જેના વિશે કોઈ જાણકારી હોય. તે જ ઉપલબ્ધ હશે કે જે ઘટના ઉપર પ્રકાશ પાડી શકે .

બે વકીલો સ્મરાજીત રોય ચૌધરી અને અજીત કુમાર મિશ્રા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું હતું કે મૃત્યુ ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના કાવતરાનું પરિણામ હતું.આથી, તમામ નાગરિકોને મુખર્જીના રહસ્યમય મૃત્યુ વિશે માહિતી મેળવવાનો અધિકાર છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:07 am IST)