Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

૨૪ કલાકમાં ૨૩,૫૨૯ લોકો સંક્રમિત થયા, કુલ મૃત્‍યુઆંક ૪,૪૮,૦૬૨એ પહોંચ્‍યો

દેશમાં બે દિવસ બાદ ફરી ૨૦,૦૦૦થી વધુ કેસ નોંધાયાઃ મૃત્‍યુઆંક પણ ૩૦૦ને પાર

નવી દિલ્‍હી, તા.૩૦: દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં ગત થોડા દિવસોથી દ્યટાડો જોવા મળી રહ્યો હતો. જોકે, છેલ્લા ૨૪ કલાકમાં ફરી એક વાર કોવિડ-૧૯ના નવા કેસોમાં સામાન્‍ય ઉછાળો જોવા મળ્‍યો છે અને સંક્રમણનો આંક ફરી ૨૦ હજારને પાર પહોંચી ગયો છે. એક દિવસમાં મૃત્‍યુ પામનારા દર્દીઓની સંખ્‍યા પણ ૩૦૦ને પાર જતી રહી છે. ગુજરાતમાં (છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૦ કેસ નોંધાયા છપોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૩૧૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્‍યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્‍યા વધીને ૩,૩૭,૩૯,૯૮૦ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૮,૩૪,૭૦,૫૭૮ કોરોના વેક્‍સીનના ડોઝ આપવામાં આવ્‍યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૫,૩૪,૩૦૬ કોરોના વેક્‍સીનના ડોઝ આપવામાં આવ્‍યા છે.
કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૩૦ લાખ ૧૪ હજાર ૮૯૮ લોકો સાજા પણ થઇ ચૂક્‍યા છે. છેલ્લા ૨૪ કલાકમાં , ૨૮,૭૧૮ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૨,૭૭,૦૨૦ એક્‍ટિવ કેસ છે. ભારતમાં રિકવરી રેટ ૯૭.૮ ટકા થયો છે. અત્‍યાર સુધીમાં કુલ ૪,૪૮,૦૬૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૯ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૬,૮૯,૫૬,૪૩૯ કોરોના સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૫,૦૬,૨૫૪ સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે.
ગુજરાતમાં કોરોનાની સ્‍થિતિ દ્યણે અંશે કાબૂમાં છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૦ કેસ નોંધાયા છે. જેની સામે ૧૨ દર્દી સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજયમાં કુલ મૃત્‍યુઆંક ૧૦૦૮૨ છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજયમાં ૨૯ી સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ના સાંજે રાજયના ૩૦ જિલ્લા અને ૫ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જયારે બાકીના નવા કેસ ફક્‍ત ૩ જિલ્લા અને ૩ મનપામાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં ૫ કેસ, અમદાવાદ શહેરમાં ૪, ખેડામાં ૨, સુરત જિલ્લાાં ૨, વડોદરા શહેરમાં ૨, વલસાડમાં ૫ કેસ નોંધાયો છે.
ગુજરાતમાં ૨૯મી સપ્‍ટેમ્‍બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્‍ત ૧૫૬ એક્‍ટિવ કેસ છે આ પૈકીના ૦૩ દર્દીઓ વેન્‍ટિલેટર પર છે જયારે ૧૫૩ દર્દીઓ સ્‍ટેબલ છે. અત્‍યારસુધીમાં રાજયમાંથી ૮,૧૫,૬૭૮ દર્દીઓ ડિસ્‍ચાર્જ થઈ ગયા છે જયારે કુલ ૧૦૦૮૨ દર્દીનાં મૃત્‍યુનો આંક યથાવત છે. રાજયમાં આજે ૨૯મી સપ્‍ટેમ્‍બરના રોજ રાજયમાં સાંજે ૪.૦૦ લાગ્‍યા સુધીમાં ૨,૩૨,૪૭૬ લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં ૬૨,૨૪૫ લોકોનું રસીકરણ થયું છે.

 

(11:12 am IST)