Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

હવે ખમૈયા કરો....

લીલા દુષ્‍કાળના ભય વચ્‍ચે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અવિરત મેઘમહેર

સવારે કલ્‍યાણપુરમાં અઢી, ખંભાળીયામાં દોઢઃ રાત્રે વિસાવદરમાં વધુ ૩ ઇંચઃ સવારથી સર્વત્ર મેઘાવી માહોલ

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રવિવાર રાત્રીથી શરૂ થયેલ મેઘમહેર આજે સતત પાંચમાં દિવસે યથાવત છે. સતત વરસી રહેલા ભારે મધ્‍યમ વરસાદનાં  કારણે  હવે લીલા દુકાળની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતો અને લોકો હવે મેઘરાજાને ખમૈયા કરો તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
આજે સવારે રાજકોટમાં ઝાપટુ વરસ્‍યુ હતું જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્‍યાણપુરમાં સવારે ર કલાકમાં અઢી ઇંચ તથા ખંભાળીયામાં દોઢ ઇંચ વરસાદ પડયો  હતો જયારે રાત્રીના જુનાગઢના વિસાવદરમાં વધુ ૩ ઇંચ વરસાદ પડયો હતો. સવારથી સર્વત્ર મેઘાવી માહોલ છે.
જુનાગઢ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જીલ્લાનાં અનેક વિસ્‍તારોમાં કાલે અઢીથી ૧ર ઇંચ જેટલો વરસાદ પડયો હતો જેમાં વિસાવદરમાં ૧ર ઇંચ, માંગરોળ સવા પાંચ, કેશોદ અને માળીયાહાટીના ૪ ઇંચ, ભેંસાણ - મેંદરડામાં ૩ ઇંચ માણાવદરમાં અઢી તથા જુનાગઢમાં સવા ર ઇંચ વરસાદ પડયો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં દોઢ થી પાંચ ઇંચ વરસાદ પડયો છે. જેમાં જામનગરમાં પ, લાલપુરમાં સાડા ચાર, કાલાવડમાં સવા ચાર, જામજોધપુરમાં અઢી, ધ્રોલ પોણા બે ઇંચ તથા જોડીયામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.
જયારે સવારે જોડીયા-જામનગરમાં અડધો ઇંચ તથા ધ્રોલ, કાલાવડ, લાલપુરમાં ઝાપટા પડયા છે.
આજનું હવામાન ૩૧.પ મહત્તમ ર૪.પ લઘુતમ ૯૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખંભાળીયામાં છેલ્‍લા ર૪ કલાકમાં સાડા પાંચ, કલ્‍યાણપુરમાં સવા પાંચ, દ્વારકામાં ૩ અને ભાણવમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો.
જયારે સવારે કલ્‍યાણપુરમાં પોણા ર, ખંભાળીયામાં દોઢ, દ્વારકામાં પોણો તથા ભાણવડમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
મોરબી
(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : માળીયા તાલુકાના નવલખી બંદરે ભારે વરસાદની આગાહીને પગલે ૩ નંબરનું સિગ્નલ કાર્યરત કરવામાં આવ્‍યું છે. રાજયમાં અનેક વિસ્‍તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્‍યારે તકેદારીના ભાગરૂપે નવલખી બંદરે ૩ નંબર સિગ્નલ કાર્યરત કરાયું છે. જેમાં માછીમારોને દરિયો ના ખેડવા સુચના આપી છે તો નવલખી બંદરના તંત્રએ તકેદારીના તમામ પગલાઓ ભરવાનું શરૂ કરી દીધું છે.
આજે સવારના ૮ વાગ્‍યા સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.
જુનાગઢ        
કેશોદ    ૧૦૬     મી. મી.
જુનાગઢ    પ૮     ,,
ભેંસાણ    ૭૦     ,,
મેંદરડા    ૭૮    ,,
માંગરોળ    ૧૩૦     ,,
માણાવદર    ૬૭     ,,
માળીયા હાટીના    ૯૪     ,,
વંથલી    ૪૮     ,,
વિસાવદર    ર૯ર     ,,
દેવભૂમિ દ્વારકા        
ખંભાળીયા    ૧૭૧ મી. મી.    
કલ્‍યાણપુર    ૧૭૭     ,,
દ્વારકા    ૯૧      ,,
ભાણવડ    ૬૯     ,,
જામનગર        
કાલાવડ    ૧૧૩ મી. મી.    
જામજોધપુર    ૬૦     ,,
જામનગર    ૧૩ર     ,,
જોડીયા    પ૦     ,,
ધ્રોલ    ૪૯     ,,
લાલપુર    ૧૧૮     ,,
ભાવનગર        
ભાવનગર    ૭ર મી. મી.    
ઉમરાળા    પ૦    ,,
ગારીયાધાર    ૯૩    ,,
ઘોઘા    પર    ,,
જેશર    ૧ર૩    ,,
તળાજા    ૭પ    ,,
પાલીતાણા    ૭૦    ,,
મહુવા    ૪૬    ,,
વલ્લભીપુર    ૪૧    ,,
શિહોર    ૩૮    ,,
ભાવનગર        
ભાવનગર    ૭ર    ,,
ઉમરાળા    પ૦    ,,
ગારીયાધાર    ૯૩    ,,
ઘોઘા    પર    ,,
જેશર    ૧ર૩    ,,
તળાજા    ૭પ    ,,
પાલીતાણા    ૭૦    ,,
મહુવા    ૪૬    ,,
વલ્લભીપુર    ૪૧    ,,
શિહોર    ૩૮    ,,
ગીર સોમનાથ        
ઉના    પ૪    મી. મી.
કોડીનાર    ર૬    ,,
ગીરગઢડા    ૪૪    ,,
તાલલા    ૯પ    ,,
વેરાવળ    ૧ર૬    ,,
સુત્રાપાડા    ૪૦    ,,
કચ્‍છ        
લખપત    ૩૮ મી. મી.    
અંજાર    ૮૬    ,,
અબડાસા    પર    ,,
ગાંધીધામ    ૪૧    ,,
નખત્રાણા    પ૯    ,,
ભચાઉ    ૪૪    ,,
ભુજ    ૬૪    ,,
મુંદ્રા    ૮ર    ,,
માંડવી    ૩૯    ,,
રાપર    ૩ર    ,,
બોટાદ        
ગઢડા    ૧૯ મી. મી.    
બરવાળા    ૧૯    ,,
બોટાદ    ર૯    ,,
રાણપુર    પપ    ,,
મોરબી        
ટંકારા    ૬૦    મી. મી.
માળીયા મિંયાણા    ૮    ,,
મોરબી    ર૬    ,,
વાંકાનેર    ૩૮    ,,
હળવદ    ર૭    ,,
સુરેન્‍દ્રનગર        
ચોટીલા    ૪ર મી. મી.    
ચુડા    ર૦    ,,
પાટડી    ૯    ,,
ધ્રાંગધ્રા    ૮    ,,
થાનગઢ    ૩૮    ,,
લખતર    ૩ર    ,,
લીંબડી    ર૪    ,,
મુળી    ૩૦    ,,
વઢવાણ    ૩૯    ,,
રાજકોટ        
ઉપલેટા    ૬૯ મી. મી.    
કોટડા સાંગાણી    ર૧    ,,
ગોંડલ    પ૪    ,,
જેતપુર    ૪૭    ,,
જસદણ    ૩પ    ,,
જામકંડોરણા    પ૮    ,,
ધોરાજી    પર    ,,
પડધરી    ૪૯    ,,
રાજકોટ    પ૬    ,,
લોધીકા    ૭૭    ,,
વિંછીયા    ૩૮    ,,
અમરેલી        
બગસરા    ૩ મી. મી.    
વડીયા    ૪     ,,
સાવરકુંડલા    પ    ,,

 

 

(11:19 am IST)