Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જજોની નિમણૂક માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ભલામણ કરી : હાલમાં જજની 50 ટકા જગ્યા ખાલી છે : 52 જજની મંજૂર કરાયેલી સંખ્યા સામે 26 જજો કાર્યરત

ન્યુદિલ્હી : ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જજોની નિમણૂકની માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ભલામણ કરી છે. રાજ્યમાં હાલમાં જજની 50 ટકા જગ્યા ખાલી છે .52 જજની મંજૂર કરાયેલી સંખ્યા સામે 26 જજો કાર્યરત છે.

જેમના નામોની ભલામણ કરવામાં આવી છે તેમાં

1. મૌના મનીષ ભટ્ટ

2. સમીર જે દવે

3. હેમંત એમ પ્રચ્છક

4. સંદીપ એન ભટ્ટ

5. અનિરુદ્ધ પ્રદ્યુમ્ન માયી

6. નિરલ રશ્મીકાંત મહેતા, અને

7. નિશા મહેન્દ્રભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(11:32 am IST)