Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

૮૦૦૦૦ ટૂથબ્રશથી બનાવ્યો વિશ્વનો 'સૌથી મોટો દાંત'

ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ચમકી ગયેલી આ સિદ્ઘિમાં ૮૮૯૦ ડેન્ટિસ્ટોએ ટૂથબ્રશનું યોગદાન આપ્યું છેઃ આ સ્કલ્પ્ચર ૩૬૫ દિવસ સુધી ટેર્ના ડેન્ટલ કોલેજમાં રાખવામાં આવશે

મુંબઇ, તા.૩૦: ટૂથબ્રશથી સૌથી મોટો દાંત બનાવવાનો વિક્રમ પણ બની શકે એ એક જાણીતી કંપનીએ અનોખી સિદ્ઘિ મેળવીને પુરવાર કર્યું છે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે નવી મુંબઈ સ્થિત ટેર્ના ડેન્ટલ કોલેજ ખાતે દાંતની હાઇપર-સેન્સિટિવિટી પ્રત્યેની જાગૃતિ માટે 'ફાસ્ટમિનાર'નામના સર્જનની જાહેરાત કરી છે. એમાં ૮૦,૦૦૦ ટૂથબ્રશની મદદથી ૪૦ ફુટનું દાંતના આકારનું સ્ટ્રકચર બનાવાયું છે. ટૂથબ્રશથી બનેલું વિશ્વનું આ સૌથી મોટું સર્જન છે. આને સૌથી મોટા દાંત તરીકે પણ ગણાવવામાં આવી રહ્યું છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ચમકી ગયેલી આ સિદ્ઘિમાં ૮૮૯૦ ડેન્ટિસ્ટોએ ટૂથબ્રશનું યોગદાન આપ્યું છે. આ સ્કલ્પ્ચર ૩૬૫ દિવસ સુધી ટેર્ના ડેન્ટલ કોલેજમાં રાખવામાં આવશે.

(11:48 am IST)