Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

એન્જીનીયર-વકીલની સાથે એજ્યુકેશન સીસ્ટમ દેશભકતનું નિર્માણ કરશે

દિલ્હીની સરકારી શાળાઓમાં દરરોજ એક પીરીયડ દેશભકિતનો રખાશે : કેજરીવાલ

રાજધાનીમાં નર્સરીથી ધો.૮ સુધીનો દેશભકિત પાઠ્યક્રમ લોન્ચ કરતા મુખ્યમંત્રી

નવી દિલ્હી,તા. ૩૦: રાજધાની દિલ્હીમાં હવે સરકારી શાળાઓમાં દરરોજ એક પીરીયડ દેશભકિતનો રાખવામાં આવશે તેમ મુખ્યમંત્રી કેજરીવાલે દેશભકિત અભ્યાસક્રમ લોન્ચ કરતી વેળાએ જણાવેલ. કેજરીવાલે જણાવેલ કે બાળક ૨૪ કલાક દેશભકિતના માહોલમાં રહે તેવું વાતાવરણ આપણે કેળવવું જોઇએ. હવે આપણી એજ્યુકેશન સીસ્ટમ દેશભકતો, એન્જીનીયરો અને વકીલો નિર્માણ કરશે તેમ પણ કેજરીવાલે જણાવેલ. દિલ્હી સરકારના એજ્યુકેશન વિભાગ મુજબ નર્સરીથી આઠમા ધોરણ સુધી દરરોજ એક પીરીયડ દેશભકિતનો રાખવામાં આવશે.

(11:49 am IST)