Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

કપિલ સિબ્બલના ઘર બહાર કોંગ્રેસના કાર્યકરોનું પ્રદર્શન : આનંદ શર્માએ કહ્યુ દોષિતો સામે સોનિયા ગાંધી પગલા ભરે

આનંદ શર્માએ કહ્યું- કપિલ સિબ્બલના ઘરે હુમલા અને ગુંડાગીરીના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે અને નિરાશા થઈ છે.

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના ઘરની બહાર પક્ષના કાર્યકરો દ્વારા કરાયેલા વિરોધ બાબતે આનંદ શર્માએ ગુરુવારે નારાજગી વ્યક્ત કરીને આ મામલે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ સતત અનેક ટ્વીટમાં આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ ઘટનાના સમાચારથી હું દુખી છું. તેમણે લખ્યું કે કપિલ સિબ્બલના ઘરે હુમલા અને ગુંડાગીરીના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે અને નિરાશા થઈ છે. આવા કૃત્ય પક્ષને બદનામ કરે છે. તેની સખત નિંદા થવી જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ કોંગ્રેસના ચાલી રહેલી રાજકીય ઘમાસાણ મુદ્દે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યુ કે, હાલ કોંગ્રેસમાં કોઈ રાષ્ટ્રીય પ્રમુખ નથી, તો પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, મુખ્યપ્રધાન સહીતના મુદ્દે મહત્વના નિર્ણયો કોણ લે છે ? તેમ કહીને સામો સવાલ ઉભો કર્યો હતો.

(12:26 pm IST)