Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ઓ હો હો... ગૌતમ અદાણીની રોજની કમાણી રૂ.૧૦૦ર કરોડ

અદાણી ગૃપના સર્વેસર્વા અદાણીએ કમાણીના મામલે મુકેશ અંબાણીને પાછળ રાખી દીધાઃ મુકેશ અંબાણીની રોજની કમાણી રૂ.૧૬૯ કરોડ : ગૌતમ અદાણી એશીયાના બીજા સૌથી ધનાઢય ઉદ્યોગપતિ બન્યાઃ સંપત્તિ એક વર્ષ પહેલા રૂ.૧૪૦૨૦૦ કરોડ હતી જે હવે વધીને રૂ.પ૦પ૯૦૦ કરોડ થઇ છેઃ દેશના બીજા અમીર બન્યા

નવી દિલ્હી, તા., ૩૦: ગૌતમ અદાણી અને તેના પરીવારે છેલ્લા એક વર્ષમાં રોજ રૂ.૧૦૦૨ કરોડની કમાણી કરી છે. જેના કારણે એક વર્ષ પહેલા તેમની સંપતી રૂ. ૧૪૦ર૦૦ કરોડ હતી જે હવે વધીને રૂ. પ૦પ૯૦૦ કરોડ રૂપીયા થઇ ગઇ છે. સંપતીમાં આ બેહિસાબ વૃધ્ધિ બાદ ગૌતમ અદાણી દેશના બીજા અમીર વ્યકિત બની ગયા છે. પ૯ વર્ષના અદાણી ચીનના પાણી વેચતા ઉદ્યોગપતિ ઝોંગ શાન શાનને પાછળ છોડી એશીયાના બીજા સૌથી શ્રીમંત વ્યકિત બની ગયા છે. આઇઆઇએફએલ વેલ્થ હુરૂન ઇન્ડીયા રીચ લીસ્ટ-ર૦ર૧ના આંકડા પરથી આ માહીતી મળી છે.

આવુ પહેલીવાર બન્યું છે કે જયારે ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને દુબઇમાં મોજુદ તેમનાભાઇ વિનોદ શાંતીલાલ અદાણી રીચ લીસ્ટ-ર૦ર૧ના ટોપ ટેન શ્રીમંતોમાં સામેલ થયા છે. છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપતી ૪ ગણી વધી છે. અદાણી આ લીસ્ટમાં ર ક્રમ ઉપર ચડી બીજા ક્રમે પહોંચી ગયા છે. ગૌતમ અદાણીના ભાઇ વિનોદ અદાણી ૧ર અંક ઉપર ચડીને ૮ માં સૌથી શ્રીમંત ભારતીય બની ગયા છે. વિનોદ અદાણી પરીવારની સંપતી ર૧ ટકા વધીને છે અને તે ૧૩૧૬૦૦ કરોડ થઇ છે.

ગૌતમ અદાણીની તુલનામાં ભારતમાં સૌથી શ્રીમંત વ્યકિત મુકેશ અંબાણીએ છેલ્લા એક વર્ષમાં રોજ ૧૬૯ કરોડ રૂપીયાની કમાણી કરી છે. મુકેશ અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપતી એક વર્ષમાં ૯ ટકા વધીને રૂ. ૭૧૮ર૦૦ કરોડ થઇ છે. એચસીએલના શિવ નાદર અને તેમના પરીવારની સંપતી ૧ વર્ષમાં ૬૭ ટકા વધી છે અને તે રૂ. ૩૬૬૦૦૦ કરોડ પર પહોંચી છે. લંડનના ઉદ્યોગપતી મીતલની સંપતી ૧ વર્ષમાં ૧૮૭ ટકા વધી છે અને તે ૧૭૪૪૦૦ કરોડની થઇ છે. ૧ વર્ષમાં તેઓ રોજના ૩૧ર કરોડ કમાયા છે. શિવ નાદર એક વર્ષમાં રોજ ર૬૦ કરોડની કમાણી કરી રહયા છે. પુણેના સાઇરસ પુનાવાલાએ એક વર્ષમાં રોજ ૧૯૦ કરોડની કમાણી કરી છે. તેમની સંપતી ૭૪ ટકા વધીને ૧૬૩૭૦૦ કરોડ થઇ છે.

પુનાવાલા છઠ્ઠા ક્રમે છે. ડીમાર્ટના દમાણી સાતમાં ક્રમે છે. તેમની સંપતી ૧.પ૪ લાખ કરોડ છે.

૯માં ક્રમે કુમાર મંગલમ બિરલા છે. તેમની સંપતી ૧.રર લાખ કરોડ છે. તેઓ રોજ ર૪૦ કરોડ કમાય છે. એશીયાના ટોપ ટેન શ્રીમંતોમાં ૩ મુંબઇમાં રહે છે. જયારે બે લંડનમાં રહે છે.  એક બિઝનેસમેન અમદાવાદમાં તો એક દિલ્હી અને એક પુણેમાં રહે ેછે.

(3:40 pm IST)