Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

તસ્કરીની નવી રીતઃમળાશયમાં ૯૦૦ ગ્રામ સોનું છુપાવ્યું !!!

નવી દિલ્હી, તા.૩૦: તસ્કરી કરનાર પોલીસની નજરથી બચવા માટે નવી નવી રીતે અજમાવે છે. કેરળમાં રહેનાર એક વ્યકિતએ પણ કંઈક એવું જ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળી. પરંતુ તેણે તસ્કરીની જે રીત અપનાવી તેણે જરૂર દરેકને ચોંકાવી દીધા હતા. વ્યકિતની એરપોર્ટ પર સોનાની તસ્કરીના આરોપમાં ધરપકડ કરી હતી.

એક ખબર અનુસાર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે બુધવારે જણાવ્યું કે ઈન્ફાલ એરપોર્ટ પર પેટમાં સોનાની પેસ્ટ મુકીને લઈ જતા એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતાના મળાશયમાં સોનાને છુપાવ્યું હતું. હકીકતે આરોપીએ લગભગ ૯૦૦ ગ્રામ સોનાની પેસ્ટ બનાવી અને પછી તેને મળાશયમાં છુપાવી લીધી. જેથી કોઈને જાણ ન થાય.

ધરપકડ કરવામાં આવેલો વ્યકિત મોહમ્મદ શરીફ છે અને તે કેરળના કોફિકોડનો રહેવાસી છે. શરીફ ઈંફાલથી દિલ્હી જઈ રહ્યો હતો. એરપોર્ટ પર હાજર CISF જવાને તેની હરકતોના કારણે તેના પર શંકા ગઈ હતી. પછી તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. આરોપીની પાસે જે સામાન હતો. તેમાં કંઈ ન મળ્યું, પરંતુ જ્યારે તેનો એકસરે કરવામાં આવ્યો તો બધી જાણકારી સામે આવી.

એકસરેમાં એ વાત સામે આવી છે કે શરીફે પોતાના મળાશયમાં લગભગ ૯૦૦ ગ્રામ સોનાની પેસ્ટ નાખેલી છે. તેણે પેસ્ટને ૪ ભારોમાં વહેચીને તેના પેકેટ બનાવી દીધા હતા. પુછપરછમાં આરોપીએ પોલીસને જણાવ્યું કે તેને ખૂબ જ મુશ્કેલીઓથી નીચેના રસ્તે પોતાના મળાશયમાં સોનાની પેસ્ટને નાખી હતી. થોડા સમય પહેલા એક મહિલાને પણ આ અંદાજમાં સોનાની તસ્કરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

(3:29 pm IST)