Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

મેઘાલયમાં બસ નદીમાં ખાબકતા ૬ મુસાફરોના મોત : બચાવ કામગીરી શરૂ

નવી દિલ્હી, તા.૩૦:  મેઘાલયમાં એક ભયાનક દુર્ઘટના, બસ નદીમાં ખાબકતા ૬ મુસાફરોના મોત, બચાવ કામગીરી શરૂ છે. તુરાથી શિલોંગ જતી એક બસ રિંગડી નદીમાં પડી હતી.

દુર્ઘટનામાં અત્યાર સુધીમાં છ મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત મોડી રાત્રે ૧૨ વાગ્યે થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય મુસાફરોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.

મીડિયા અહેવાલો અનુસાર, ચાર મૃતદેહો નદીમાં બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે બે મૃતદેહો હજુ પણ બસની અંદર ફસાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર ૧૬ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત નોંગશ્રમ પુલ પર થયો, જે પૂર્વ ગારો હિલ્સ અને પિ?મ ખાસી હિલ્સ જિલ્લાઓની સરહદ છે.

પૂર્વ ગારો હિલ્સ પોલીસના જણાવ્યા અનુસાર, મેઘાલય પરિવહન નિગમની બસમાં ૨૧ મુસાફરો હતા.

આ દુર્ઘટના રાજધાનીથી લગભગ ૧૮૫ કિમીના અંતરે બની હતી. માહિતી મળ્યા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે.

પૂર્વ ગારો હિલ્સના ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ટેમ્બેએ કહ્યું છે કે, બે મુસાફરો હજુ પણ ગુમ છે, તેમની શોધ ચાલુ છે. બસમાં મુસાફરોમાંથી ૯ તુરાના હતા જ્યારે ૧૨ મુસાફરો વિલિયમનગરના હતા. વધુ વિગતો માટે મુસાફરોના પરિવારોને પૂર્વ ગારો હિલ્સ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:30 pm IST)