Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

સોનાનો ભાવ ૬ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો

જો તમે સોનાની શુદ્ઘતા ચેક કરવા માંગો છો તો તેના માટે સરકાર તરફથી એક App તૈયાર કરવામાં આવી છે

નવી દિલ્હી, તા.૩૦: સોનાની કિંમતોમાં આજે હળવી તેજી જોવા મળી રહી છે. મલ્ટી કમોડિટી એકસચેન્જ પર ડિસેમ્બરનું સોનું વાયદો ૦.૩૮ ટકા વધીને ૬ મહિનાના નીચલા સ્તર, ૪૫,૯૪૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની નજીક છે, જયારે ચાંદીનો ભાવ ૦.૧૮ ટકા વધીને ૫૮,૪૯૦ રૂપિયા કિલોગ્રામ થઈ ગયો છે. ગત સત્રમાં સોનું ૦.૪ ટકા ગબડ્યું હતું. બીજી તરફ ચાંદીનો ભાવ ૩.૫ ટકા એટલે કે ૨,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટયો હતો.

વૈશ્વિક બજારોમાં સોનાની કિંમતોમાં તેજી આવી છે પરંતુ અમેરિકન ડોલર મજબૂત થવાથી સાત સપ્તાહના નીચલા સ્તરની પાસે રહ્યું. બુધવારે હાજર સોનું ૦.૨ ટકા વધીને ૧,૭૨૯.૮૩ ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું. ડોલર ઇન્ડેકસમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો, પરંતુ બુધવારે એક વર્ષના ઉચ્ચ સ્તરની પાસે રહ્યો, જેનાથી અન્ય કરન્સીમાં રોકાણકારો માટે સોનાની કિંમત વધી ગઈ.

SEBIએ ગોલ્ડ એકસચેન્જ માટે ફ્રેમવર્કને પણ મંજૂરી આપી દીધી છે. ગોલ્ડ એકસચેન્જ માટે ફ્રેમવર્કને SEBI (વોલ્ટ મેનેજર્સ) રેગ્યૂલેશન હેઠળ અપ્રૂવલ આપવામાં આવી છે. સિકયુરિટીઝ કોન્ટ્રાકટ રેગ્યૂલેશન એકટ હેઠળ ઇલેકટ્રોનિક ગોલ્ડ રેસિટ્સને સિકયુરિટીઝ તરીકે ઇશ્યૂ અને નોટિફાય કરવામાં આવશે. વિદેશમાં આ પ્રકારના એકસચેન્જ પહેલાથી કાર્યરત છે. દેશમાં પણ ગોલ્ડના ટ્રેડમાં પારદર્શિતા વધારવા માટે એકસચેન્જ શરુ કરવાની માંગ કરવામાં આવી રહી હતી.

ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, ગુરુવાર સવારે અમદાવાદમાં ૨૪ કેરેટ સોનાની કિંમત ૪૭,૪૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.  આ ઉપરાંત સુરતમાં ૨૪ કેરેટ સોનાની કિંમત ૪૭,૪૧૦ રૂપિયા અને વડોદરામાં ૨૪ કેરેટ સોનાની કિંમત ૪૭,૮૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ૫૮,૬૦૦ રૂપિયા છે.

સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર ૮૯૫૫૬૬૪૪૩૩ પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

જયારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ઘતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે ‘BIS Care app’ એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ઘતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હોલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

વિશેષજ્ઞો મુજબ, વર્ષના અંતિમ મહિનાઓમાં સોનું રેકોર્ડ પર પહોંચી શકે છે. વર્ષના અંત સુધી ગોલ્ડની કિંમત ૧૯૫૦ થી ૨૦૦૦ ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. અમેરિકાના ઇકોનોમિક ડેટા અને મોંદ્યવારી સાથે જોડાયેલી ચિંતા સોના માટે ઉત્પ્રેરકનું કામ કરી શકે છે. આ ઉપરાંત તહેવારો, લગ્નની સીઝન પણ સોનાની કિંમતને પુશ કરી શકે છે. શેર બજાર હાલમાં હાઇલેવલ પર છે અને જો ઘટાડો આવ્યો તો રોકાણકારો ગોલ્ડ અને સિલ્વર જેવા સુરક્ષિત વિકલ્પ પસંદ કરી શકે છે.

(3:31 pm IST)