Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ચામાચિડીયામાં મળી નિપાહ વાયરસની વિરૂધ્ધ એન્ટીબોડી

કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ આપી માહિતી : કેરળમાં નિપાહ વાયરસના કારણે પહેલું મોત ૫ સપ્ટેમ્બરે થયેલ

નવી દિલ્હી તા. ૩૦ : ચામાચિડીયામાં નિપાહ વાયરસની વિરુદ્ઘ એન્ટીબોર્ડીઝ મળી છે. આ વાતની જાણકારી કેરળની સ્વાસ્થ મંત્રી વીણા જોર્જે આપી છે. તેમણે કહ્યુ કે પૂણા સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીએ અમને જણાવ્યું છે કે તેમના તરફથી એકઠી કરવામાં આવેલા નવા બેટ સેમ્પલ્સમાં નિપાહની વિરુદ્ઘ એન્ટીબોડી મળી છે. કેરળમાં નિપાહ વાયરસના ચાલતા પહેલું મોત ૫ સપ્ટેમ્બર થયુ હતુ.

વીણા જોર્જે કહ્યું કે, NIV પુણેએ અમને જાણકારી આપી છે કે તેમને બેટ સેમ્પલમાં નિપાહ વાયરસની વિરુદ્ઘ એન્ટીબોર્ડી મળી છે. જેમને તેમને એક જગ્યાથી એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આના પર આગળનો અભ્યાસ કરી રહી છે. રાજયમાં નિપાહ વાયરસના મામલા મળ્યા બાદ જ પ્રશાસન એલર્ટ થઈ ગયા હતા. કેન્દ્રએ રાજયોમાં સ્વાસ્થ્ય સંબંધી ઉપાય કરવાની સલાહ આપી હતી.

નિપાહથી સંક્રમિત થઈ ૧૨ વર્ષના બાળકોના મોત બાદ કેન્દ્રની એક ટીમે કોઝિકોડ જિલ્લાની મુલાકાત પણ લીધી. આ દરમિયાન ટીમના રામબુતાન ફળથી સેમ્પલ પણ એકઠા કર્યા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રાજય સરકાર લોકોને કવોરેન્ટીન માટે કડકાઈ ભર્યુ વલણ અપનાવી રહી છે. ભાષા અનુસાર ચામાચિડિયાની ૨ પ્રજાતિઓની વિરુદ્ઘ એન્ટીબોર્ડી મળવાથી તે આશંકાઓને બળ મળી રહ્યું છે. જેમાં કહેવામાં આવી રહ્યું હતુ કે આ બિમારી ચામાચિડિયાના માધ્યમથી ફેલાઈ છે.

જોર્જે કહ્યું જયાં પહેલો મામલો મળ્યો હતો. ત્યાં અમે ૭૫ હજાર લોકોનું કડાઈ ભરેલું ઓબ્જર્વેશન કરવામાં આવ્યું હતુ. આનો મતલબ છે કે બાળકોના ફળ અથવા એક જાનવરથી વાયરલ મળી છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રીએ કોવિડ ૧૯ની સ્થિતિને લઈને પણ વાત કરવામાં આવી. તેમણે જણાવ્યું કે રાજયએ પોતાની ૯.૧૯ ટકાની વસ્તીને કોરોના વિરુદ્ઘ રસીનો પહેલો ડોઝ આપ્યો છે. સાથે રાજયના ધ્યાન લોકોને બીજો ડોઝ લઈને સંપૂર્ણ રસીકરણ પર છે.

(3:33 pm IST)