Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

૨ લાખ નોકરીની મેન્યુફેકચરિંગ, શિક્ષા, આવાસ, આઇટી, સ્વાસ્થ્ય, રેસ્ટોરન્ટ, સહિતના નવ ક્ષેત્રોમાં તક મળશે

કુશળ કારીગરો ન હોવાના લીધે ખાલી પડી છે જગ્યાઓ

નવી દિલ્હી તા. ૩૦ : કોરોના મહામારી બાદ બેરોજગારી ચિંતાનો વિષય છે. દેશમાં બેરોજગારીમાં વધારો થવાનું કારણ કંપનીઓ દ્વારા વેપાર વિસ્તરણને અસ્થાયી રૂપે રોકવા માટે બજારમાં માંગનો અભાવ છે. દરમિયાન, રોજગાર બાબતે વધુ એક ચિત્ર સામે આવ્યું છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણ (QES) ના આંકડા મુજબ, દેશના નવ મહત્વના વ્યવસાયિક ક્ષેત્રોમાં લગભગ બે લાખ જગ્યાઓ એટલે કે નોકરીની તકો છે.

QESના આંકડા મુજબ, અન્ય પરિબળો વચ્ચે કુશળ કામદારોની અછતને કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નવ ક્ષેત્રોમાં આશરે ૧,૮૭,૦૬૨ જગ્યાઓ ખાલી છે. આવરી લેવામાં આવેલા નવ ક્ષેત્રોમાં ઉત્પાદન, બાંધકામ, વેપાર, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, આવાસ અને રેસ્ટોરાં, IT/BPO અને નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. આ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ૩૦૮ લાખ લોકો કામ કરે છે.

આ સંસ્થાઓ દ્વારા એપ્રિલ-જૂન ૨૦૨૧-૨૨ દરમિયાન પૂરી પાડવામાં આવેલી કુલ નોકરીઓના ૦.૬ ટકાથી થોડો વધારે છે. આ સમયગાળા દરમિયાન ૯૯,૪૨૯ ખાલી જગ્યાઓ ઉપલબ્ધ હોવાને કારણે મેન્યુફેકચરિંગ ક્ષેત્ર આ અડધાથી વધુ જગ્યાઓ માટે જવાબદાર છે. ઉત્પાદન ક્ષેત્રની લગભગ ૪.૫ કંપનીઓએ ખાલી જગ્યા વિશે જણાવ્યું છે. IT/BPOમાં પણ આ સમયગાળા દરમિયાન સમાન સંખ્યામાં કંપનીઓએ ખાલી જગ્યાઓ નોંધાવી છે. આ ક્ષેત્રમાં ૨,૭૯૩ કંપનીઓમાં ખાલી જગ્યાઓ છે.

(3:36 pm IST)