Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

યુપીની યુવતીને છે દુર્લભ બિમારી એપ્લાસ્ટિક એનીમિયાઃવિશ્વનો માત્ર બીજો કેસ

૧૯૮૪માં અમેરિકામાં પહેલો કેસ નોંધાયેલ આ બીમારીમાં બોન મેરોની કોશિકાઓ કામ કરવાનું બંધ કરી દે છે

લખનૌ, તા.૩૦: યુપીના હરદોઈ જિલ્લાની યુવતીમાં હોર્મોન અને લોહી સંબંધિત દુર્લભ રોબર્ટ સોનિયન ટ્રાન્સલોકેશન જનિત એપ્લાસ્ટિક એનિમિયા બિમારી મળી છે. લખનૌના કેજીએમયૂમાં સારવાર દરમિયાન યુવતીમાં એક બિમારીની જાણ થઈ છે.

કેજીએમયૂ હિમૈટોલોજી વિભાગના ડોકટરોનો દાવો છે કે અમેરિકા બાદ આ બિમારીનો આ દુનિયામાં બીજો કેસ છે. પહેલા દર્દી લગભગ ૩૭ વર્ષ પહેલા ૧૯૮૪માં અમેરિકાના ડો. પીટર નાવેલે રિપોર્ટ કર્યો હતો. ડોકટરોનું કહેવું છે કે આ નવી બિમારી નથી પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જિનેટિક બિમારી રોબર્ટસોનિયન ટ્રાન્સલોકેશનથી એપ્લાસ્ટિક એનીમિયા થયો. આ કેસ સ્ટડી જનરલ ઓફ કલીનિકલ એન્ડ ડાયગ્રોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત થયા છે.

ખેડૂતની ૧૭ વર્ષની દિકરીને અચાનક નબળાઈ અનુભવવા લાગી. ચાલવું ફરવું અશક્ય બની ગયુ હતુ. સ્થાનીય ડોકટર પાસે સારવાર કરાવ્યા બાદ રાહત ન મળી તો પરિજનો ડિસેમ્બર ૨૦૧૯માં યુવતીને કેજીએમયૂ લઈ આવ્યા. હિમૈટોલોજી વિભાગમાં સીનિયર રેજિડેન્ટ રહ્યા. ડો. ભૂપેન્દ્ર સિંહે લોહી સાથે જોડાયેલી તપાસ કરાવી. જેમાં એપ્લાસ્ટિક એનીમિયાની ખરાઈ થઈ. આ કારણને જાણવા માટે ડો. ભૂપેન્દ્રએ જીનોમ તથા ક્રોમોસોમ તપાસ કરાવી.રોબર્ટસોનિયન ટ્રાન્સલેશનના કારણે હોર્મોન સંબંધિત બિમારી થાય છે. સેકસુઅલ ગ્રોથને અસર થાય છે. દર્દી બટુક પણાનો શિકાર થાય છે. એપ્લાસ્ટિક એનીમિયામાં બોન મેરોની કોશિકાઓનું કામ કરવાનું બંધ કરી દે છે. જેનાથી શરીરમાં લોહી, પ્લેટલેટ્સ તથા શ્વેત રકતકણીકાઓની અછત થઈ જાય છે. પરિણામે દર્દીમાં નબળાઈ, વારંવાર સંક્રમણ અને રકતસ્ત્રાવ જેવી સમસ્યા થાય છે.

(4:22 pm IST)