Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

પંજાબના લોકોને કેજરીવાલે આપ્યા ૬ મોટા વચનઃ ફ્રી વીજળી બાદ હવે ઇલાજ અને ઓપરેશન પણ વિનામુલ્યે

ચંડીગઢ, તા.૩૦: આગામી વર્ષે પંજાબમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અત્યારથી કમર કસી રહી છે અને તે હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના પ્રવાસે છે. લુધિયાણામાં સીએમ કેજરીવાલે પંજાબની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું અને રાજયની જનતાને ૬ મોટા વચન આપ્યા.

અરવિંદ કેજરીવાલે જનતાને આપ્યા ૬ મોટા વચન

૧. પંજાબના દરેક વ્યકિતને મફત અને સારી સારવાર

૨. સારી દવાઓ, સારા ટેસ્ટ અને ઓપરેશન મફતમાં થશે

૩. પંજાબના દરેક વ્યકિતને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જે હેઠળ તમામ જાણકારીઓ હશે અને તેણે દરેક જગ્યાએ પોતાનો રિપોર્ટ લઈને ફરવાની જરૂર નહીં પડે.

૪. પંજાબના દરેક પિંડમાં મોહલ્લા કિલનિક એટલે કે પિંડ કિલનિક ખોલવામાં આવશે. રાજયમાં ૧૬ હજાર પિંડ કિલનિક ખોલવામાં આવશે.

૫. તમામ સરકારી હોસ્પિટલોને ઠીક કરાશે. જયાં પ્રાઈવેટ હોસ્પિટલોની જેમ સારવાર અપાશે.

૬. રોડ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યકિતની સારવારનો ખર્ચો સરકાર ઉઠાવશે.

(4:23 pm IST)