Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

અલગ-અલગ વિચારધારા અને પક્ષ હોવા છતાં તેમણે મારી ઉપર વિશ્વાસ બતાવ્‍યો તેની માટે આભાર, આ લોકતંત્રની તાકાત છેઃ નરેન્‍દ્રભાઇએ અશોક ગેહલોતનો આભાર માન્‍યો

દિલ ખોલીને ઘણી વાતો કરતા રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી હસવા લાગ્‍યા

સિરોહી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુર સ્થિત પેટ્રોરસાયન પ્રોધૌગિકી સંસ્થા (સીઆઇપીઇટી)નું ઉદ્દઘાટન કર્યુ અને રાજ્યના બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને દૌસા જિલ્લામાં ચાર નવી તબીબી યૂનિવર્સિટીની આધારશિલા પણ રાખી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એક સંબોધન કર્યુ અને મુખ્યમંત્રી અશોક ગહેલોતનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યુ કે અલગ અલગ વિચારધારા અને પાર્ટી હોવા છતા તેમણે મારી પર વિશ્વાસ બતાવ્યો, તેની માટે તમારો આભાર અને આ લોકતંત્રની તાકાત છે.

પીએમ મોદીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના રાજ્યમાં કેટલાક વિકાસ કાર્યોના અનુરોધનો જવાબ આપ્યો છે અને કહ્યુ, જ્યારે હું રાજસ્થાનના મુખ્યમંત્રીજીને સાંભળી રહ્યો હતો તો તેમણે લાંબી યાદી કામોની જણાવી હતી. હું રાજસ્થાનના મુખ્યમંત્રીનો આભાર માનુ છુ કે તેમને મારી પર આટલો વિશ્વાસ છે. લોકતંત્રમાં આ મોટી તાકાત છે કે તેમની રાજકીય વિચારધારા અને પાર્ટી અલગ, મારી વિચારધારા અને પાર્ટી અલગ છે પરંતુ અશોકજીનો મારી પર જે વિશ્વાસ છે, આ કારણે આજે તેમણે દિલ ખોલીને ઘણી વાતો રાખી છે. આ મિત્રતા, આ વિશ્વાસ અને ભરોસા લોકતંત્રની મોટી તાકાત છે.

પીએમ મોદી જ્યારે આ બોલી રહ્યા હતા ત્યારે અશોક ગહેલોત હસી રહ્યા હતા.મહત્વપૂર્ણ છે કે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ રિમોટનું બટન દબાવીને સીઆઇપીઇટી એટલે કે સિપેટનું ઉદ્દઘાટન અને ચાર તબીબી યૂનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. ઉદ્દઘાટન અને શિલાન્યાસ સમારંભમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર, મુખ્યમંત્રી અશોક ગહેલોત, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગજેન્દ્રસિંહ શેખાવત સહિત અન્ય મંત્રી અને જન પ્રતિનિધિ સામેલ થયા હતા.

(5:03 pm IST)